દારૂ ઝડપાયો:બનાસકાંઠાના આરખી ગામે દારૂ ભરેલી આઈસર ટ્રક ઝડપાઈ, પોલીસે 1044 દારૂની બોટલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આઇસર ટ્રકમાં ચોર ખાનામાં દારૂની બોટલ સંતાડી હતી
  • પોલીસે કુલ 19 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે લઈ ઈસમની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી

બનાસકાંઠામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ જામ્યો છે. જોકે, બીજી તરફ દારૂની હેરાફેરી પણ વધી છે. જેને લઈ બનાસકાંઠા પોલીસ સતર્ક બની છે. એલસીબી પોલીસે પાથાવાડા વિસ્તારમાંથી દારૂ ભરેલી આઈસર ટ્રક ઝડપી પાડી છે. પોલીસે 7 લાખ 16 હજાર 400ની કિંમતની દારૂની 1044 બોટલો ઝડપી પાડી કુલ 19 લાખ 23 હજાર 800 રૂપિયાનો મુદ્દામાલ કબજો કર્યો છે. તેમજ એક ઈસમને ઝડપી તેના વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ પાંથાવાડા પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી ધરી છે.

બનાસકાંઠાની એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમીના આધારે આરખી ગામ પાસે નાકાબંધી કરી એક દારૂ ભરેલું આઈસર ટ્રક ઝડપી પાડ્યું છે. ટ્રકમાં ચોરખાનું બનાવી એક હજારથી વધુ બોટલો સંતાડી હતી. પોલીસે ટ્રકને ઝડપી તેમાંથી 1044 દારૂની બોટલો જપ્ત કરી છે.

એલસીબી પોલીસને ખાનગી બાતમી હકીકત મળી કે ગુંદરી હાઈવે તરફથી એક આઇસર ગાડી નંબર PB 13 AB 9011 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી અમદાવાદ તરફ જઈ રહી છે. જે બાતમીના આધારે પોલીસે આરખી ગામ પાસે નાકાબંધી કરી સદરે ગાડીને ઝડપી પાડી હતી. ગાડીના ચાલક સુરજીતસિંગ ચરણસિંગ કંભોજે પોતાની આઇસર ગાડીમાં ગુપ્ત ખાનું બનાવી દારૂની બોટલો સંતાડી હતી. પોલીસે 1044 જેટલી દારૂની બોટલે જેની 7 લાખ 16 હાજર 400 રૂપિયા કિંમત થાય છે. પોલીસે દારૂની બોટલો સહિત કુલ 19 લાખ 23 હજાર 800 રૂપિયાનો મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે. તેના વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ પાંથાવાડા પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી ધરી છે.

અન્ય સમાચારો પણ છે...