બેદરકારી:પાલનપુરમાં વાવાઝોડા સમયે તૂટી ગયેલી હોર્ડિંગ્સની લોખંડની ફ્રેમો 25 દિવસ બાદ પણ યથાવત,જાનહાનિ સર્જે તેવી ભીતિ

પાલનપુર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલનપુરમાં 25 દિવસ અગાઉ આવેલા વાવાઝોડા દરમિયાન શહેરમાં લાગેલા કેટલાક હોર્ડિંગ્સની લોખંડની ફ્રેમ તૂટી લટકી ગઈ હતી. જોકે તે બાદ વાવાઝોડાને 25 દિવસ વિતવા છતાં શહેરની કેટલીક બિલ્ડિંગ પર હોર્ડિંગ્સ યથાવત લટકી રહ્યા છે. જેને લઇ જાનહાની સર્જાય તેવી ભીતિ સેવાઇ રહી છે. છતાં તંત્ર દ્વારા હોર્ડિંગ્સ માલિકોને ફક્ત નોટિસ ફટકારી સંતોષ માની દેતા લોકોમાં રોષ ભભૂક્યો છે.પાલિકા સૂત્રોના જણાવ્યા અનુસાર પાલિકાએ વાવાઝોડા બાદ 13મે અને તે બાદ 26મે શહેરમાં હોર્ડિંગ્સનું કામ કરતી પાંચ કંપનીઓને વરસાદી વાતાવરણને લઇ હોર્ડિંગ્સ ઉતારી દેવા નોટિસ ફટકારાઇ છે.પરંતુ કેટલાક કંપની ધારકો જાણે પાલિકાના નિયમોને ઘોળીને પી ગયા હોય તે રીતે હોર્ડિંગ્સ યથાવત રાખતા શહેરીજનોમાં રોષ ભભૂક્યો છે.

અન્ય સમાચારો પણ છે...