ખેડૂતોને વિનંતી કરાઈ:હવામાન વિભાગની આગાહીના પગલે ઇકબાલગઢ માર્કેટયાર્ડ દ્વારા ખેડૂતોને સાવચેત રહેવા વિનંતી

પાલનપુર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માવઠાથી ખેત ઉત્પાદનને નુકસાન ના થાય તેને લઇ ગંજના સેક્રેટરી દ્વારા વિનંતી કરાઈ

બનાસકાંઠા જિલ્લાના ઇકબાલગઢ માર્કેટયાર્ડના સેક્રેટરી દ્વારા હવામાન વિભાગની આગાહીને પગલે ખેડૂતોને કમોસમી માવઠાની આગાહીને લઇ ખેત ઉત્પાદનને નુકસાન ન પહોંચે તે માટે સાવચેત રહેવા વિનંતી કરવામાં આવી હતી.

હવામાન વિભાગની આગાહીને પગલે ગુજરાતમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. જેમાં તારીખ 17 નવેમ્બરથી લઇ 20 નવેમ્બર સુધી કમોસમી માવઠાની આગાહી છે. જેથી બનાસકાંઠા જિલ્લાના ઇકબાલગઢ માર્કેટયાર્ડના સેક્રેટરી દ્વારા ખેડૂતોને બુધવારથી લઈ શનિવાર સુધી કમોસમી માવઠાની આગાહીને લઈ ખેડૂતોને ઉત્પાદનને નુકસાન ના થાય તે માટે સાચવી રાખવા માટે તેમજ માર્કેટ યાર્ડમાં ખેત ઉત્પાદન ઢાંકીને લાવવા વિનંતી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...