તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હરાજી બંધ:માર્ચ એન્ડિંગ ધ્યાને લઇ અમીરગઢ તાલુકાનું ઇકબાલગઢ માર્કેટયાર્ડ છ દિવસ બંધ રહેશે

પાલનપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • તા.26-03-2021થી તા.31-3-2021 સુધી માર્કેટયાર્ટનું તમામ કામકાજ બંધ રહેશે
 • સેક્રેટરી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

બનાસકાંઠા જિલ્લામાં માર્ચ એન્ડિંગ ધ્યાને લઇ તા.26-03-2021થી છ દિવસ સુધી માર્કેટયાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત અમીરગઢ તાલુકાનું ઈકબાલગઢ માર્કેટયાર્ડમાં પણ 6 દિવસ સુધી કામકાજ બંધ રાખવાનો અને જાહેર હરાજી બંધ રાખવાનું જાહેરનામું બહાર પડાયું છે.

બનાસકાંઠા જિલ્લો અને ખાસ કરીને અમીરગઢ તાલુકો એ મુખ્યત્વે ખેતીવાડી અને પશુપાલન પર આધારિત તાલુકો છે. જ્યારે અમીરગઢ તાલુકાના વેપારી મથક ઇકબાલગઢ માર્કેટયાર્ડ તા.26-03-2021 થી છ દિવસ માટે કામ કાજ બંદ રાખવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

ઈકબાલગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સેક્રેટરી ભાવેશભાઈ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં જણાવવામાં આવ્યું છે કે, તારીખ 26-03-2021થી તારીખ 31-3-2021 સુધી માર્કેટયાર્ડ ઇકબાલગઢ માર્ચ એન્ડિંગના કારણે હરાજીનું તમામ પ્રકારનું કામકાજ છ દિવસ પૂરતું બંધ રહેશે. જેથી કોઈ પણ ખેડૂત આજુબાજુના ગામડાઓમાંથી પોતાનો માલ લઈને વેચાણ માટે માર્કેટયાર્ડમાં આવે નહીં અને હેરાન થતા અટકે તે માટે જાહેરનામુ બહાર પાડી તમામ ખેડૂતોને તેમજ વેપારીઓને આ અંગે જાણકારી આપવામાં આવી છે, જ્યારે તારીખ 01-04-2021થી માર્કેટયાર્ડ રાબેતા મુજબ ચાલુ થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો