તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રારંભ:માતૃત્વ જતન હેઠળ સગર્ભાઓને પૌષ્ટિક આહારનો આરંભ કરાયો

પાલનપુરએક મહિનો પહેલા
 • કૉપી લિંક

જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન દ્વારા સગર્ભા મહિલાઓના સ્વાસ્થયને લઇ માતૃત્વ જતન સંકલ્પ કાર્યક્રમ હેઠળ પૌષ્ટિક આહાર અને વૃક્ષ આપવાના આ પ્રોજેકટનો દાંતાના મોટાસડાથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન વર્ષાબા વિજયસિંહ બારડે જણાવ્યું હતુ કે, તમામ સગર્ભાઓને પોષ્ટિક આહાર અપાશે. સાથે ઔષધિ વૃક્ષો પણ અપાશે.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિસ્તારના ANC તથા "માં કાર્ડ યોજના" એમ મળી કુલ 150 લાભાર્થીઓ હાજર રહી આ યોજનાનો લાભ લીધો હતો. મગ તથા દવાયુક્ત મચ્છરદાનીનુ વિતરણ કરવામાં આવ્યું હતુ. 150 જેટલા ઔષધી વૃક્ષોનુ પ્રત્યેક સગર્ભાને વિતરણ કરી બાળકના જતનની જેમ વૃક્ષોનું જતન કરવા સલાહ આપી હતી. બાકીના છોડવા પ્રા.આ.કે ના ગ્રાઉન્ડમાં રોપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઠાકોર નેહલબેન (ઉપપ્રમુખ, તાલુકા પંચાયત- દાંતા), બારડ વિજયસિંહ દલપતસિંહ (સામાજિક કાર્યકર), ડો. શર્મા (એમ.ઓ.મોટાસડા/ ઇન્ચા. ટી.એચ.ઓ. દાંતા), ડો. મિતાબેન્ અગ્રવાલ (ગાયનેકોલોજિસ્ટ), ડો. દર્શન કેલા (ગાયનેકોલોજિસ્ટ), ડો. ગમાર (એમ.ઓ.મગવાસ), ડો. તરાલ (એમ.ઓ. કાંસા), એ.ટી.ડી.ઓ.- તાલુકા પંચાયત-દાંતા, ડો. ભુમિકાબા રાઠોડ (એ.એમ.ઓ. મોટાસડા) ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો