અગમચેતી:મ્યુકોરમાઇકોસિસ રોગને પ્રસરતો અટકાવવા બનાસકાંઠા જિલ્લામાં સઘન સર્વેલન્સ હાથ ધરાશે

પાલનપુર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્ય વિભાગની ટીમો ઘેર ઘેર ફરીને સઘન સર્વેલન્સ હાથ ધરશે

કોવિડ-19 કોરોના વાયરસનું સંક્રમણ ધીમે ધીમે ઘટી રહ્યું છે. પરંતુ મ્યુકોરમાઇકોસિસ નામના નવા રોગના કેસો સામે આવતાં તંત્ર સતર્ક બન્યું છે. મ્યુકોરમાઇકોસીસ રોગને પ્રસરતો અટકાવવા બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં સઘન સર્વેલન્સ હાથ ધરવામાં આવશે. જેમાં આરોગ્ય વિભાગની ટીમો ઘેર ઘેર ફરીને સઘન સર્વેલન્સ હાથ ધરશે.

બ્લેગ ફંગસ રોગના નિયંત્રણ માટે પાલનપુરમાં આરોગ્ય વિભાગ અને આંખ, નાક, કાન, ગળા તથા દાંતના સ્પેશ્યાલીસ્ટ તબીબો સાથે બેઠક યોજાઇ હતી.પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં હવે મ્યુકર માઇકોસીસની સારવાર થઈ શકશે. જે માટે યુએસએથી 25 લાખના ખર્ચે નવા મશીનો લવાયા છે. સરકાર દ્વારા એન્ફોટરિસીન બીના 200 ઇન્જે. પણ ફાળવાયા છે.

વૈશ્વિક મહામારી કોરોના વાયરસમાં સંક્રમિત વ્યક્તિના વધુ પડતા સ્ટીરોઈડ ઓક્સિજન બાદ મ્યુકર માઇકોસીસ રોગમાં સપડાઈ જવાની પાલનપુર સિવિલમાં 23 કિસ્સાઓ નોંધાઇ ચુક્યા છે. જેમાં અત્યાર સુધી 3 દર્દીઓના મોત પણ નિપજી ચુક્યા છે. તેવામાં હવે પાલનપુરની સિવિલમાં જ બ્લેક ફંગસને આગળ વધતા અટકાવવા માટે પાલનપુરની સિવિલમાં જ મ્યુકરના દર્દીઓની સારવાર હાથ ધરાશે.

આ અંગેની વિગતો આપતા ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસ કોવિડ હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા 200 ઇન્જેક્શનનો જથ્થો આપવામાં આવ્યો છે.

મ્યુકોરમાઇકોસિસના સામાન્ય લક્ષણો દેખાતા દર્દીઓની સારવાર કરાશે

આ રોગના નિયંત્રણ માટે પાલનપુર મુકામે કલેકટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગ અને આંખ, નાક, કાન, ગળા તથા દાંતના સ્પેશ્યાલીસ્ટ તબીબો સાથે બેઠક યોજાઇ હતી. બેઠકમાં લેવાયેલ નિર્ણય મુજબ આરોગ્ય વિભાગની ટીમો ઘેર ઘેર ફરીને સઘન સર્વેલન્સ હાથ ધરશે. આ દરમ્યાન જે લોકોમાં મ્યુકોરમાઇકોસિસના સામાન્ય લક્ષણો દેખાતા હોય તેવા દર્દીઓને અલગ તારવી શરૂઆતના સ્ટેજથી સારવાર આપવાનું શરૂ કરવામાં આવશે. તેમ બનાસકાંઠા જિલ્લા એપેડેમીક મેડીકલ ઓફિસર ર્ડા.એન. કે. ગર્ગે જણાવ્યું છે.

મ્યુકર માઇકોસિસ શું છે ?
"મ્યુકરમાઇકોસિસ એ કાળી ફૂગ તરીકે પણ જાણીતું છે. તે ગંભીર, દુલર્ભ અને ઘણીવાર જીવલેણ ફંગલ ચેપ છે."

મ્યુકર માઇકોસિસ થવામાં કોને જોખમ ?
અનિયંત્રિત ડાયાબિટીસ, ઇમ્યુનોકોમપ્રોમિઝડ દર્દીઓ, દર્દીઓ જે સ્ટીરોઇડ્સ પર હોય છે. તાજેતરના ટ્રાન્સપ્લાપન્ટ શસ્ત્રક્રિયા.

ચેતવણીનાં લક્ષણોને અવગણશો નહીં
બ્લડ સુગર, બ્લડપ્રેશર, વજન અને કોલેસ્ટરોલનો ટ્રેક રેકોર્ડ રાખો, લાંબા સમય સુધી નાક બંધના કિસ્સામાં તાકીદે ર્ડાક્ટરની સલાહ લો, માત્ર ર્ડાક્ટરની દેખરેખ હેઠળ સ્ટીરોઇડ્સનો ઉપયોગ કરો, ફંગલ બીજ શરીરમાં ન પ્રવેશે તે માટે ફેસ માસ્ક પહેરો, ચેતવણીનાં લક્ષણોને અવગણશો નહીં, ધૂળવાળા, ગંદા અને ભેજવાળા વિસ્તારોનમાં જવાનું ટાળો.

અન્ય સમાચારો પણ છે...