તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિરીક્ષણ:કલેકટર દ્વારા અંબાજીમાં વ્યવસ્થાનું નિરીક્ષણ

પાલનપુર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

કલેકટરે અંબાજીમાં યાત્રાળુઓ માટે વ્યવસ્થાનું નિરીક્ષણ કરી સરકારની કોવિડ-19ની માર્ગદર્શિકા મુજબ દર્શન વ્યવસ્થા, પ્રસાદ, ભોજનની સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. તેમજ સફાઈ કર્મીઓને તથા જરૂરીયાતમંદ લોકોને ભેટ આપવામાં આવી હતી. આસો વદ તેરસને શુક્રવાર (ધન તેરસ)ના પવિત્ર દિને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ અને બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલે અંબાજી મુકામે યાત્રાળુઓ માટે કરવામાં આવેલ વ્યવસ્થાનું રૂબરૂ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. યાત્રાધામ અંબાજીમાં સ્વચ્છતાની કામગીરી કરતા સફાઈ કર્મીઓ સાથે કલેકટરએ સંવાદ કરી સફાઈ કર્મીઓની કામગીરીને બિરદાવીને દિવાળી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. કલેકટર આંનદ પટેલની પ્રેરણાથી દાતા મૌલિકભાઈ ઠક્કર અને તેમના પરિવાર દ્વારા 500 નંગ જેટલી કીટ સફાઈ કર્મીઓને તથા જરૂરીયાતમંદ લોકોને ભેટ આપવામાં આવી હતી. આ કીટમાં દિવાળી નિમિત્તે મીઠાઈ તેમજ ફટાકડા આપવામાં આવ્યા હતાં.

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર સુધેન્દ્રસિંહ જે.ચાવડાએ પણ પ્રેરક ઉદબોધન કરી સર્વે કર્મયોગીઓને દિવાળી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.માં અંબાના દર્શનાર્થે આવનાર યાત્રાળુઓ માટે કોવિડ-19ની માર્ગદર્શિકા મુજબ દર્શન વ્યવસ્થા, પ્રસાદ, ભોજન વગેરે ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. યાત્રાળુઓ માટે દિવાળીબા ગુરૂભવન, જૂની કોલેજ કોટેજ હોસ્પિટલ ખાતે વિનામૂલ્ય પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો