આવેદનપત્ર:પાલનપુર ડીસામાં ઈન્ડિયન મેડિકલ એસો.ની હડતાળ, ઈમરજન્સી સેવાઓ ચાલુ રહી

પાલનપુર, ડીસાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર - Divya Bhaskar
પાલનપુર
  • ડીસા અને પાલનપુરમાં તબીબોએ બેનરો સાથે પ્રદર્શન કર્યું, ડીસામાં પ્રાંતને આવેદનપત્ર અપાયું

બનાસકાંઠા ઈન્ડિયન મેડિકલ અેસોસિએશનના આદેશને પગલે પાલનપુર અને ડીસામાં આર્યુેવેદ તબીબોને સર્જરીની છુટ સામે વિરોધ નોંધાવ્યો હતો. પાલનપુર તેમજ ડીસામાં શુક્રવારે સવારે 6 વાગ્યાથી સાંજ 6 વાગ્યા સુધી હોસ્પિટલનું કામ બંધ રાખી હડતાળ પર ઉતરી ગયા હતા. જ્યાં કોવિડ 19 અને ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવી હતી. ઇન્ડિયન મેડીકલ એસોસિએશન ડીસાના પ્રમુખ ડૉ. હેતલ ગોહેલ અને સેક્રેટરી ડૉ. મોના ગાંધીની આગેવાનીમાં ડીસાના 175 થી વધુ તબિબો એ હાથમાં બેનર લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

ડીસા
ડીસા

ત્યારબાદ ડીસા પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. જેમાં ડૉ. સંજય ગાધી, ડૉ. સી.કે.પટેલ, ડૉ. ડીકેશ ગોહેલ સહિત આઇએમએ ના હોદ્દેદારો અને સભ્યો જોડાયા હતા. આ અંગે ડૉ. સી.કે.પટેલે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા લેવામાં આવેલ નિર્ણય લોકોના આરોગ્ય સાથે ઘાતક નિવડશે. જેથી સત્વરે આ કાયદાને રદ કરવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...