તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Indian Farmers Union Of Banaskantha District Sent An Application Letter To Tharad Mamlatdar Regarding The Issues Facing The Farmers.

રજૂઆત:બનાસકાંઠા જિલ્લાના ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોના પડતર પ્રશ્નોને લઇ થરાદ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમાન સિંચાઈ દર અને સમાન વીજદર, દિવસે ખેડૂતોને પાવર મળે તેવી વ્યવસ્થા કરવાની માગ

બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ભારતીય કિસાન સંઘ દ્વારા થરાદ મામલતદાર ને ખેડૂતોના પડતર પ્રશ્નોને ઉકેલ લાવવા આવેદનપત્ર પાઠવ્યુ છે. દિનપ્રતિદિન ખેડૂતની સમસ્યાઓથી ઘેરાતો જાય છે. જેમાં આજરોજ થરાદ કિસાન સંઘ દ્વારા ખેડૂતો એકત્રિત થઈ મામલતદારની કિસાનોના પડતર પડેલી આવેદનપત્ર પાઠવી ઝડપથી ઉકેલ લાવવા રજૂઆત કરાઇ હતી.

બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે જેના ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોના પડતર પ્રશ્નો એકસમાન સિંચાઈ દર અને સમાન વીજદર કરી આપવો અને ખેડૂતોને દિવસે પાવર મળે તેવી વ્યવસ્થા કરવી, દિવેલાના ટેકાના ભાવ સત્વરે જાહેર કરવા, રી સર્વે અસંખ્ય માં ભૂલો હોવા ને કારણે ખેડૂતોને હાલાકી પડી રહી છે અને અંદરોઅંદર ઝઘડા થાય છે તો ભૂલો સત્વરે સુધારી ખેડૂતોને કરી આપવા વિનંતી, જેવા અનેક પ્રશ્નો લઈ થરાદ ભારતીય કિસાન સંઘ ના ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી પડતર પ્રશ્નોના ઉકેલ લાવવા રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...