તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:પાલનપુર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાશે

પાલનપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરમાં કલેકટર સંદીપ સાંગલેના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. - Divya Bhaskar
પાલનપુરમાં કલેકટર સંદીપ સાંગલેના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.
  • પાલનપુર કલેકટરના અધ્યક્ષસ્થાને બુધવારે બેઠક યોજાઈ

આગામી 15મી ઓગષ્‍ટના રોજ પાલનપુર પોલીસ હેડક્વાર્ટર ખાતે જિલ્‍લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવશે. ઉજવણીની તૈયારીઓના ભાગરૂપે પાલનપુરમાં કલેકટર સંદીપ સાંગલેના અધ્યક્ષસ્થાને બુધવારે બેઠક યોજાઇ હતી. જેમાં સ્થળ પસંદગી, ધ્વજવંદન સ્થળે સેનેટાઇઝેશન, સફાઇ પરેડ ગ્રાઉન્ડ પર પાણીનો છંટકાવ, બેઠક વ્યવસ્થા સહિતની ચર્ચા કરાઈ હતી. કોવિડ-19 મહામારીમાં સેવા આપી રહેલા આરોગ્ય કર્મીઓ, ર્ડાકટર, નર્સ, પોલીસ, સફાઇ કર્મીઓ, કર્મચારીઓ સહિત કોરોના વોરીયર્સ તરીકે વિશિષ્‍ટ કામીગીરી કરી હોય તેવા વ્યક્તિઓનું શાલ અને સર્ટિફિકેટ આપી સન્‍માન સહિતના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી.

સમગ્ર કાર્યક્રમનું સંકલન નિવાસી અધિક કલેકટર એ.ટી.પટેલ કરી રહ્યા છે. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયા, નિવાસી અધિક કલેકટર એ.ટી.પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.વી.વાળા, નાયબ પોલીસ અધિક્ષક આર.કે.પટેલ, પ્રાન્‍ત અધિકારીઓ સહિત વિવિધ કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...