હુમલો:પાલનપુરના વાસણપરામાં સમાધાન કરવાનું કહેતા યુવકને તલવાર મારી

પાલનપુર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હુમલો કરનારા બે શખ્સો સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

પાલનપુર તાલુકાના વાસણપરામાં અગાઉના ઝઘડામાં સમાધાન કરવાનું કહેતા મંગળવારે રાત્રે અપંગ યુવક ઉપર તલવાર વડે હુમલો કરાયો હતો. જેને 108 દ્વારા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. આ અંગે બે શખ્સો સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પાલનપુર તાલુકાના વાસણના પરામાં રહેતા રમીલાબેન રમેશભાઈ પટણીને અગાઉ પાલનપુર કોઝી વિસ્તારમાં ગામના જ હીરાબેન રાયચંદભાઈ પટણી સાથે ઝઘડો થયો હતો. જેનું સમાધાન કરવા માટે સમાજના માણસો બોલાવવાની વાત થઇ હતી.

જોકે, મંગળવારે રાત્રે રમેશભાઈ ચુનાભાઈ પટણી અને શૈલેષભાઈ જયંતીભાઈ પટણી રમીલાબેનના ઘરે આવી અમારે સમાધાન કરવું નથી તેમ કહી અપશબ્દો બોલી રમીલાબેનના અપંગ દીકરા મહેશભાઈ ઉપર હોકી અને તલવાર વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી. જેને 108 દ્વારા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. આ અંગે રમીલાબેને પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...