તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેરનામાનો ભંગ:પાલનપુરમાં લગ્નની કંકોત્રીમાં દાંડિયા રાસના બદલે રાતજગાનો શબ્દ પ્રયોગ કરી ધૂમ મચાવી

પાલનપુર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
લગ્નની કંકોત્રીમાં દાંડીયા રાસના બદલે રાતજગાનો શબ્દ પ્રયોગ કરી તંત્રની આંખમાં ધૂળ નાંખવામાં આવી રહી છે. - Divya Bhaskar
લગ્નની કંકોત્રીમાં દાંડીયા રાસના બદલે રાતજગાનો શબ્દ પ્રયોગ કરી તંત્રની આંખમાં ધૂળ નાંખવામાં આવી રહી છે.
  • ગામડાઓમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સના ખુલ્લેઆમ ધજાગરા

જિલ્લામાં કોરોના સંક્રમણ વચ્ચે સરકારી ગાઇડ લાઇન મુજબ લગ્ન સહિતના પ્રસંગો યોજવા માટે તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જોકે, ગ્રામિણ વિસ્તારોમાં તેનો ખુલ્લેઆમ ભંગ થઇ રહ્યો છે. લોકો પણ લગ્નની કંકોત્રીમાં દાંડીયા રાસના બદલે રાતજગાનો શબ્દ પ્રયોગ કરી તંત્રની આંખમાં ધૂળ નાખી રહ્યા છે.

સરકારી નિયમ મુજબ લગ્ન, મૃત્યુ પ્રસંગમાં મર્યાદિત લોકોને પ્રવેશ આપવા માટે જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જોકે, ગ્રામિણ વિસ્તારોમાં લોકો નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરી રહ્યા છે. જેમાં ડી.જે પાર્ટી રાખવા માટે તંત્રની મંજુરી ન મળતી હોઇ કંકોત્રીમાં રાતજગો એવો શબ્દ પ્રયોગ કરી મોડી રાત્રી સુધી ડી.જે. વગાડી તંત્રની આંખમાં ધૂળ નાખી રહ્યા છે. જેમાં લોકો માસ્ક કે સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવતાં ન હોઇ કોરોનાને આમંત્રણ આપી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો