તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:પાલનપુર સબજેલના મુલાકાત રૂમમાં હત્યાના આરોપીએ ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સવારે 10.30 કલાકની આસપાસ કોઇ હાજર ન હતુ ત્યારે આરોપી પંખે લટકી પડ્યો,મૃતદેહને પેનલ પીએમ માટે અમદાવાદ ખસેડાયો

પાલનપુર સબજેલમાં સજા કાપી રહેલા ડીસા તાલુકાના મોટી રોબસ ગામના આરોપીએ મંગળવારે સવારે 10.30 કલાકે મુલાકાતરૂમમાં ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લેતાં પોલીસબેડામાં ચકચાર મચી જવા પામી હતી. જેના મૃતદેહને પેનલ પીએમ અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. આ અંગે જીલ્લા જેલ સુપ્રિન્ટેન્ડન્ટે પૂર્વ પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માતે મોતનો ગૂનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સબજેલમાં મંગળવારે એક આરોપીએ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જેલના સુપ્રિન્ટેન્ડન્ટ વી. પી. ગોહિલે જણાવ્યું હતુ કે, ડીસા તાલુકાના મોટી રોબસ ગામનો વિજયભાઇ કાળુભાઇ દેવીપૂજક (ઉ.વ. 35)એ મંગળવારે સવારે 10.30 કલાક આસપાસ સબજેલના મુલાકાત રૂમમાં પંખા સાથે ગળે ફાંસો ખાઇને અગમ્ય કારણોસર આપઘાત કર્યો હતો. આ અંગે પૂર્વ પોલીસ મથકે અકસ્માતે મોતની નોંધ કરાવી મૃતદેહને પેનલ પીએમ અર્થે અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યો છે.

હત્યાની આરોપી દોઢ વર્ષથી જેલમાં હતો
વિજયભાઇ કાળુભાઇ દેવીપૂજક સામે ડીસા પોલીસ મથકે 302 હત્યાનો ગૂનો નોંધાયેલો હતો. જે છેુલ્લા દોઢ વર્ષથી કાચાકામના કેદી તરીકે જેલમાં હતો. દરમિયાન સવારે 10.30 કલાકની આસપાસ મુલાકાત રૂમમાં સ્ટાફ હાજર ન હતો. ત્યારે પંખા સાથે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...