હવે થર્ડ વેવની તૈયારી:બનાસકાંઠામાં કોરોનાની બીજી લહેરમાં 4,775 પોઝિટિવમાંથી 304 બાળકો સંક્રમિત થયા

પાલનપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • હવે થર્ડ વેવની તૈયારી ને પાલનપુરમાં અલાયદો વોર્ડ તૈયાર કરાયો
  • જિલ્લાની 110 પીએચસીઓમાં 2500 બેડ બનાવવા કવાયત હાથ ધરાઈ

જિલ્લામાં કોરોના વૈશ્વિક મહામારી આવી ત્યારથી લઈ અત્યાર સુધી 14 તાલુકાઓમાં 14,775 કેસ પોઝિટિવ નીકળ્યા હતા જેમાં 304 બાળકો પણ કોરોના સંક્રમિત હતા જોકે હવે થર્ડ વેવ માટે સરકારી વિભાગ તૈયારી કરી રહ્યું છે જે અંતર્ગત જિલ્લાની 110 પીએચસીઓમાં 2500 બેડ બનાવવાની કામગીરી યુદ્ધના ધોરણે થઈ રહી છે.ઉપરાંત પાલનપુરની હોસ્પિટલમાં બાળકો માટે અલાયદો વોર્ડ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

તો બીજી તરફ હકીકત એવી પણ છેકે બનાસકાંઠામાં 5 લાખ બાળકોની સામે માત્ર 60 થી 70 પીડીયાટ્રીશીયન ખાનગી ક્ષેત્રમાં જ્યારે સરકારી હોસ્પિટલમાં ગણીને માત્ર 7-8 બાળરોગ નિષ્ણાત ફરજ બજાવે છે. જિલ્લામાં કોરોના સંક્રમણ ની બીજી લહેર લગભગ હવે પૂર્ણ થવા આવી છે. તેમ છતાં જિલ્લામાં રોજ 25-30 કેસ આવી રહ્યા છે. વેક્સિનેશન નથી થયું એવા થર્ડ વેવના સંભવિત ખતરામાં બાળકો સૌથી મોટો સોફ્ટ ટાર્ગેટ મનાઇ રહ્યા છે. સમગ્ર જિલ્લાનું વહીવટીતંત્ર આ દિશામાં પ્લાનિંગ કરી રહ્યું છે જિલ્લાની બાળરોગ નિષ્ણાત ની હોસ્પિટલ આવનારા મુશ્કેલ સમય માટે કેટલું ખડે પગે છે સરકારી હોસ્પિટલ ની વ્યવસ્થા છે તેને લઇ તૈયારીઓ હાથ ધરાઇ છે જોકે આ તમામ કામગીરી બાબતે તંત્ર કંઈ પણ કહેવા માંગતું નથી.

34 લાખની વસ્તી ધરાવતા બનાસકાંઠામાં 5 લાખ બાળકો ની સામે 60-70 ખાનગી પીડીયાટ્રીશીયન તબીબો જોકે સરકારી હોસ્પિટલમાં ગણીને માત્ર 7-8 બાળરોગ નિષ્ણાત તબીબો ફરજ બજાવી રહ્યા છે.જિલ્લામાં 1 માર્ચ 2020થી અત્યાર સુધી જિલ્લામાં 14, 775 કોરોના સંક્રમિત કેસોમાં 304 બાળકો પણ સંક્રમિત થયા હતા જોકે સુખદ બાબત એ રહી કે તમામ બાળકો સાજા થયા હતા અને એક પણ બાળકનું મોત કોરોનાથી થયું નથી. જોકે ચિંતાજનક બાબત એ છે કે બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર ડીસા સિવાય એક પણ સરકારી હોસ્પિટલમાં બાળરોગ નિષ્ણાત ની જગ્યા ભરાઈ નથી.

અધૂરામાં પૂરું 14 તાલુકા પૈકી માત્ર થરાદ ધાનેરા દિયોદર ભાભરમાં એકાદ-બે બાળરોગ નિષ્ણાત પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે. મોટાભાગે બાળકોની કોઇ તકલીફ હોય તો પરિવારો ડીસા પાલનપુરમાં આવતા હોય છે.

જિલ્લામાં 6થી13 વર્ષના 4.38 લાખ બાળકો
બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગના મુકેશભાઈ એ જણાવ્યું કે " બનાસકાંઠા જિલ્લામાં 6 વર્ષથી માંડીને 13 વર્ષના બાળકોની સંખ્યા 4,38,974 છે. તાલુકા વાઇઝ જોઈએ તો અમીરગઢ 21,641, ભાભર 18,424, દાંતા 38,179, દાંતીવાડા 17,941, ડીસા 63,858, દિયોદર 25,200, ધાનેરા 34,550, કાંકરેજ 40,276, લાખણી 25,582, પાલનપુર 40,011, સુઈગામ 11,717, થરાદ 48,873, વડગામ 26,836 અને વાવ 25,856નો સમાવેશ થાય છે.

તમામ PHC ઓક્સિજન બેડથી સજ્જ કરાશે
ડીસ્ટ્રીક એપેડેમીક ઓફીસર ડો.નરેશ ગર્ગે જણાવ્યું કે ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થઈ શકે છે જેને લઇ ગ્રામ્ય વિસ્તારમાં આવેલી તમામ પીએસસીને ઓક્સિજન બેડથી સજ્જ કરવામાં આવી રહી છે. દરેક તાલુકા મથકોએ ઓક્સિજન પ્લાન્ટ લગાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...