તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માળો વિખેરાયો:કોરોનાની બીજી લહેરમાં પાલનપુર રહેતા પાટણના રહીશે દીકરા સહિત પરિવારના છ સભ્યો ગુમાવ્યા

પાલનપુર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
6 સદગત મૃતકોની તસ્વીર. - Divya Bhaskar
6 સદગત મૃતકોની તસ્વીર.
  • પુત્ર ઉપરાંત ભાભી, નાનાભાઈની વહુ, પિતરાઈ ભાઇ,ભત્રીજો મોતને ભેટ્યો

પાલનપુરના રાવલ પરિવારે બીજી લહેરમાં એકજ પરિવારના 6 સભ્યો 10 દિવસના સમયમાં ગુમાવી દીધા હતા. મૂળ પાટણના વતની જીતેન્દ્ર રાવલે પોતાના જુવાનજોધ પુત્ર સહિત ભાભી, નાનાભાઈની વહુ સહિત એક પછીએક સભ્યોએ કોરોના કાળમાં જીવ ગુમાવી દીધા હતા.

પાટણના વતની અને પાલનપુરમાં રહેતા તેમજ વિદ્યામંદિર સંસ્થામાં ફરજ બજાવતા જીતેન્દ્રભાઇએ પુત્ર સહિત પાટણ અને ગાંધીનગરમાં રહેતા પરિવારના અન્ય 5 સભ્યો મળી 6 જણા ગુમાવી દીધા હતા. જીતેન્દ્રભાઈ રાવલે જણાવ્યું કે " સૌથી પહેલી ડેથ 12 એપ્રિલે સૂર્યાબેન રાવલની થઈ હતી, પાલનપુર રહેતો મારો પરિવાર કોરોનામાં હતો, અમે એકપછી એક સાજા થવા લાગ્યા ત્યાં 21 એપ્રિલે મારા પુત્ર કપિલની ખાનગી હોસ્પિટલમાં મોત થયું, જે બાદ 27 એપ્રિલે પાટણ ખાતે રહેતા મારા ભાભી ભારતીબેન અને મારા નાના ભાઈની વહુ નયનાબેનનું એક જ દિવસે અવસાન થઈ ગયું.

1લી મે એ મારા કાકાના દીકરાભાઈ દિલીપભાઈનું અવસાન થયું અને 12મી મેએ ગાંધીનગર રહેતા મારા કૌટુંબિક ભત્રીજા હિરેનનું અવસાન થયું.મારા કુટુંબમાં 6 સ્વજનો ગુમાવવા પડ્યા.કરમની એવી કઠણાઈ હતી કે અમે સાંત્વના પાઠવવા પણ હાજર રહી શકયા ન હતા. અમારી માનસિક સ્થિતિ આવી આકસ્મિક ઘટનાઓ સ્વીકારવા તૈયાર જ નહોતી."

ઓનલાઈન ભજનસંધ્યા રાખીને સદગત સ્વજનોને શ્રદ્ધાંજલિ પાઠવાઈ
કોરોનાના કારણે 30મી મે રવિવારે દેશ-વિદેશમાં વસતા રાવલ પરિવારો સદગત મૃતક આત્માઓને શાંતિ આપી શકે તે માટે યુટ્યુબના માધ્યમથી ઓનલાઇન ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજાયો હતો.તેમને ઓનલાઈનથી શ્રદ્ધાંજલિ અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...