બનાસકાંઠા 181 અભિયમની કામગીરી:દિયોદરના ગ્રામિણ વિસ્તારમાં 181 અભયમ ટીમે બાળલગ્ન અટકાવ્યા

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિયોદરના એક ગામની સગીરાનું સગપણ બે વર્ષ અગાઉ નક્કી કરાયું હતુ
  • 21 વર્ષનો યુવક સગીરા સાથે લગ્ન કરતા અટકાવી માતા- પિતાને સમજાવ્યા

દિયોદર તાલુકાના એક ગામમાં 17 વર્ષની સગીરાને ચોરીના ચાર ફેરા ફેરવી બાળ લગ્ન કરવામાં આવે તે પહેલા પહોચેલી બનાસકાંઠા 181 અભિયમની ટીમે માતા- પિતાને સમજાવી લગ્ન અટકાવ્યા હતા. તેમજ બાળ લગ્નના નિયમો અને સજા વિશે માહિતી આપી હતી.આથી સગીરાના લગ્ન થતાં અટકી ગયા હતા.

બનાસકાંઠા જિલ્લાના ગ્રામિણ વિસ્તારોમાં લગ્નો યોજાઇ રહ્યા છે. જ્યાં કેટલાક માતા- પિતા તેમના મોટા સંતાનોની સાથે નાના સગીરવયના સંતાનોના લગ્નો પણ ગોઠવી રહ્યા છે. જ્યાં દિયોદર તાલુકાના એક ગામમાં બાળ લગ્ન અટકાવવામાં આવ્યા હતા.

આ અંગે બનાસકાંઠા 181 અભિયમના કાઉન્સેલર લક્ષ્મીબેને જણાવ્યું હતુ કે, બાળ લગ્ન યોજાવાના હોવાની બાળ પ્રતિબંધક અધિકારી મનીષભાઈ જોષી દ્વારા જાણ કરવામાં આવતાં મહિલા પોલીસ મમતાબેન સાથે ત્યાં ગયા હતા. જ્યાં 21 વર્ષનો મુરતીયો 17 વર્ષની સગીરાને પરણવવા માટે આવવાનો હતો. મંડપ સહિતની તૈયારીઓ થઇ ચુકી હતી.

જોકે, તેમના માતા- પિતાને બાળલગ્ન કરવાથી થતાં ગેરફાયદા અંગે માહિતી આપવામાં આવતાં તેઓ બાળ લગ્ન ન કરવા માટે સંમત થયા હતા. ઉલ્લેખનીય છે કે, સગીરાનું સગપણ બે વર્ષ અગાઉ નક્કી કરવામાં આવ્યું હતું.નોંધનીય છે કે બાળલગ્ન પર પ્રતિંબંધ હોવા છતાં હજુ પણ માતા પિતા દીકરીની ઉંમર ન થઈ હોવા છતાં પણ નાનીવયે લગ્ન કરાવે છે.જેને લઈ સગીરાના જીવન પર વિપરીત અસર થાય છે.

અન્ય સમાચારો પણ છે...