તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:પાલનપુર પાલિકાની ચૂંટણી માં ભાજપે 7 તો કોંગ્રેસે 6 ભૂદેવોને ટિકિટ આપી

પાલનપુર11 દિવસ પહેલા
 • કૉપી લિંક

પાલનપુર નગરપાલિકાની ચૂંટણીમાં બંને રાજકીય પાર્ટીઓએ જ્ઞાતિવાદી સમીકરણને ધ્યાનમાં રાખી ટિકિટોની વહેંચણી કરી છે. શહેરમાં સુકાન મેળવવા ભાજપે 7 બ્રાહ્મણ તો કોંગ્રેસે 6 બ્રાહ્મણોને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે 9 મુસ્લિમ ઉમેદવારો મેદાનમાં મુક્યા તો ભાજપે માત્ર 3 ઉમેદવારોને ટિકિટ આપી છે. ભાજપે માળી સમાજના 4 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા જ્યારે કોંગ્રેસે માત્ર 1ને ટિકિટ આપી છે.

11 વોર્ડમાં ભાજપ-કોંગ્રેસના 87 ઉમેદવારો મેદાનમાં છે જેમાં સૌથી વધુ 14 ઉમેદવારો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમાજના છે. એ ઉપરાંત 13 ઉમેદવારો બ્રાહ્મણ સમાજના છે. કયા પક્ષે કયા કઈ સમાજના ઉમેદવારોને ટિકિટ આપી છે તે આંકડાઓ ઉપર નજર કરીએ તો એસ.સી એસ.ટી.ના કોંગ્રેસે 8 જ્યારે ભાજપે 6, બ્રાહ્મણ માં કોંગ્રેસે 6 તો ભાજપે 7, મુસ્લિમ સમાજમાં કોંગ્રેસે 9 જ્યારે ભાજપે 3, ઠાકોર સમાજમાં કોંગ્રેસે 5 જ્યારે ભાજપે 3, માળી સમાજમાં કોંગ્રેસે 1 જ્યારે ભાજપે 4, પટેલ સમાજમાં કોંગ્રેસે 4 જ્યારે ભાજપે 5, પ્રજાપતિ સમાજમાં કોંગ્રેસે 1 જ્યારે ભાજપે 3 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે.

ઉપરાંત કોંગ્રેસે ગઢવી દરજી મોદી નાઈ અને રબારી સમાજમાં એક એક ટિકિટ આપી છે. જ્યારે ભાજપે મહેશ્વરી, રાજપુત, દેવીપુજક, દરજી, અગ્રવાલ, ઠક્કર, ચૌધરી, રબારી, મોદી અને દેવીપૂજક સમાજને ટિકિટો આપી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો