• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • In The Meeting Held Under The Chairmanship Of The Collector In Palanpur, Permanent Disposal Of Rain Water In Nagla, Dodgam And Khanpur Villages Of Tharad Was Discussed.

બેઠક:પાલનપુરમાં કલેક્ટર અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં થરાદનાં નાગલા, ડોડગામ અને ખાનપુર ગામમાં વરસાદી પાણીના કાયમી નિકાલની ચર્ચા કરાઇ

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અધિક કલેક્ટર એ.ટી. પટેલના અધ્યઅક્ષસ્થાંને જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક યોજાઇ હતી

પાલનપુર કલેકટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટર એ.ટી. પટેલના અધ્યઅક્ષસ્થાંને જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં ધારાસભ્યઓ દ્વારા પુછવામાં આવેલા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી અને તેમને પ્રત્યુત્તર પાઠવવામાં આવ્યાં હતાં. બેઠકમાં જિલ્લાના થરાદ તાલુકાનાં નાગલા, ડોડગામ અને ખાનપુર ગામમાં વરસાદી પાણીના કાયમી નિકાલ કરવા બાબતે પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.

ધારાસભ્યઓ દ્વારા પુછવામાં આવેલા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી અને તેમને પ્રત્યુત્તર પાઠવવામાં આવ્યાં હતાં. બેઠકમાં નિવાસી અધિક કલેકટરએ અધિકારીઓને જણાવ્યું કે, ધારાસભ્યઓ દ્વારા પૂછવામાં આવતા પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવીને તેઓને વિગતવાર અને સમયમર્યાદામાં પત્યુત્તર પાઠવીએ. દિયોદર વિસ્તારમાં ખેડૂતોને વીજ પુરવઠાના ઓછા વોલ્ટ અંગેનો પ્રશ્ન, દિયોદર તાલુકાના વિસ્તારમાં રેલ્વે લાઈન પર માર્ગમાં આવતા રેલ્વે ફાટક પર ખેતરમાં જવા-આવવા રસ્તા બાબતે, ડીસા ખનન ચોરી અટકાવવા, જંગલ વિસ્તારમાં આદિવાસીઓને આપવામાં આવેલી જમીનમાં વન વિભાગની કનડગત દૂર કરવા, પી.એમ.જે.એ.વાય કાર્ડની ઝડપી પ્રક્રિયા કરવા, નર્મદા કેનાલ પરથી એક તરફ બીજી તરફ જવા આવવા નાના મોટા પુલીયા બનાવવા, વરસાદના કારણે પડેલા ખાડા સત્વરે પૂરણ કરવા, થરાદ તાલુકાનાં નાગલા, ડોડગામ અને ખાનપુર ગામમાં વરસાદી પાણીના કાયમી નિકાલ કરવા બાબતે પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...