કોરોના અપડેટ:બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 12 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

પાલનપુર9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં ટોટલ એક્ટિવ કેસ આંક 47 પર

બનાસકાંઠા જિલ્લામાં આજે 12 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. જેમાં જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. જેમાં જિલ્લામાં ટોટલ એક્ટિવ કેસ આંક 47 પર પહોંચ્યો છે

બનાસકાંઠા જિલ્લામાં ફરી કોરોના પોઝિટિવ કેસો સામે આવવા લાગ્યા છે જિલ્લામાં દિનપ્રતિદિન કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે જેમાં જિલ્લા આજે 12 કોરોના પોઝિટિવ કેસ નોંધાતાં તંત્રએ રાહત લીધી છે.

જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા RTPCR 1868 અને એન્ટીજન 472 ટોટલ 2340 જેવા ટેસ્ટ કરતા 12 કોરોના પોઝિટિવ કેસ સાથે નોંધાયા છે. અમીરગઢમાં 02, દાંતીવાડામાં 01, ડીસામાં 03, કાંકરેજમાં 04, લાખણીમાં 02 સહિત જિલ્લાના 05 તાલુકામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં 17 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે

જિલ્લામાં એક્ટિવ કુલ કોરોના પોઝિટિવ કેસ 47 થયા છે. એક્ટિવ કેસની સંખ્યા તાલુકા પ્રમાણે જોઈએ તો અમીરગઢમાં 12, ભાભરમાં 01, દાંતામાં 03, દાંતીવાડામાં 02, ડીસામાં 11, દિયોદરમાં 01, કાંકરેજમાં 06, લાખણીમાં 02, પાલનપુરમાં 02, થરાદમાં 02, વડગામમાં 04 અને વાવમાં 02 કેસ આજ સુધીમાં 12 તાલુકામાં એક્ટિવ છે

અન્ય સમાચારો પણ છે...