પાલનપુર તાલુકા પંચાયતની મંગળવારના રોજ સાધારણ સભા યોજાઇ હતી.જેમાં તાલુકા પંચાયતનું નવિન બિલ્ડીંગ બાંધવા તેમજ ગામના સરપંચો દ્વારા 15 માં નાણાં પંચના નાણાં કેવી રીતે ઉપાડવા તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી. પાલનપુર તાલુકા પંચાયતની મંગળવારના રોજ પંચાયતના સભા ખંડમાં સાધારણ સભા યોજવામાં આવી હતી.જ્યાં કોરોનામાં મૃત્યુ પામેલ નાયબ તાલુકા વિકાસ અધિકારી અમરતભાઈ પરમારને બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.ત્યારબાદ સભાની શરૂઆત કરવામાં આવી હતી.
જેમાં પાલનપુર તાલુકા પંચાયતનું બિંલ્ડીંગ 50 વર્ષો જૂનું હોવાના કારણે જર્જરિત થઇ ગયુ છે.જેથી તાલુકા પંચાયતનું નવિન બિલ્ડીંગ બનાવવામાં માટે દરખાસ્ત કરાઈ હતી.સરકાર જગ્યા નહી આપે તો આ જગ્યા પરનું જૂનુ બિલ્ડીંગ તોડી અદ્યતન સુવિધાવાળુ નવુ બિંલ્ડીંગ બનાવવા માટે મંજૂરી આપે તે બાબતે ઉચ્ચ કક્ષાએ પ્રપોજલ મોકલવામાં આવી છે.
તેમજ પાલનપુર તાલુકાના ગામના વિકાસ માટે આવેલી 15 મી નાણાં પંચની ગ્રાન્ટના કેવી રીતે ઉપાડવા તે બાબતે પંચાયતના એસ.ઓને મળી તેની માહિતી જાણવા અંગેના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.તેમજ સોમવાર અને ગુરુવાર તમામ અધિકારીઓ ફરજીયાત હાજર રહેવા જણાવ્યું હતું. આ બેઠકમાં પાલનપુર તાલુકા પંચાયત પ્રમુખ સંગીતાબેન ડાકા,કારોબારી ચેરમેન સંજયભાઇ ચૌધરી સહિત કોંગ્રેસ ભાજપના સભ્યો હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.