તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આ તે કેવી ક્રૂરતા?:પાલનપુરના ગઢ ગામમાં એક શખસે ગાયનાં શિંગડાંને રસ્સાથી ટ્રેક્ટર પાછળ બાંધી ઢસડી, શિંગડાં બાંધેલાં હોવાથી ઊભી થઈ શકી નહીં, વારંવાર તરફડિયાં માર્યાં

પાલનપુર2 મહિનો પહેલા
વિડિયો વાઇરલ થતાં જ જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો હતો. - Divya Bhaskar
વિડિયો વાઇરલ થતાં જ જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો હતો.

પાલનપુરના ગઢમાં મંગળવારે ગાયનાં શિંગડાંને રસ્સાથી ટ્રેકટરની પાછળ બાંધી કૃરતાપૂર્વક ઢસેડતો વિડિયો વાઇરલ થતાં અરેરાટી પ્રસરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ ગાયને રંજાડનારાં તત્ત્વોને ઝડપી લઇ તેમની સામે પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જિલ્લામાં સોશિયલ મિડિયા પર સોમવારે એક વિડિયો વાઇરલ થયો હતો, જેમાં ટ્રેકટરચાલક અને તેની પાસે બેઠેલો શખસ એક ગાયનાં શિંગડાંને રસ્સાથી ટ્રેકટરની પાછળ બાંધી ક્રૂરતાપૂર્વક ઢસેડી રહ્યો હતો. ગાય વારંવાર પોતાનું માથું ઊંચું કરી ઊભી થવાના પ્રયત્નો કરી રહી છે, પરંતુ શિંગડાં બાંધેલાં હોવાથી ઊભી થઈ શકતી નહોતી અને વારંવાર જમીન ઉપર પટકાઈ તરફડિયાં મારે છે.

પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી
હદ તો ત્યાં થાય છે કે ક્રિકેટના મેદાનમાં પ્લાસ્ટરની પીચ પરથી જ ગાયને ઢસડવામાં આવી રહી છે. આ વિડિયો વાઇરલ થતાં જ જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો હતો અને બધાના મુખમાંથી વાક્યો નીકળ્યાં હતાં. અરેરે... ગાયને આવી રીતે ખેંચનારા નરાધમોને તો ફાંસી આપવી જોઇએ, બિચારી ગાયનો એવો તો કયો વાંક કે એને ટ્રેકટર પાછળ બાંધી ખેંચવી પડી, દરમિયાન આ વિડિયો પાલનપુર તાલુકાના ગઢ ગામનો અને ચામુંડા માતાજીના મંદિર નજીકની ઘટના હોવાનું સામે આવ્યું હતુ, જેને પગલે ગઢ પોલીસે તપાસ કરી ગણતરીના કલાકોમાં જ ગાયને ટ્રેકટર નંબર જીજે. 09.એ એફ. 1025 પાછળ ઢસડનારા ગઢ ખાતે રહેતા જેસુગભાઈ રાજસંગભાઈ કરેણ તેમજ તેમનો ભાગિયો અમરતજી ભારાજી ઠાકોર(બળોધણા) (રહે ઇન્દરવા તા.ભાભર હાલ રહે ગઢ)ને ઝડપી લઇ તેમની સામે પોલીસ ખુદ ફરિયાદી બની પશુ ક્રૂરતા નિવારણ એકટનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ક્રિકેટ રમતાં યુવકે વિડિયો બનાવતાં સમગ્ર ઘટના બહાર આવી
ગઢ ગામે આવેલા ક્રિકેટના મેદાનમાં કેટલાક યુવકો મેચ રમી રહ્યા હતા. એ દરમિયાન શખસો ટ્રેકટરની પાછળ ગાયને બાંધી આવ્યા હતા, જે પૈકી એક યુવકે વિડિયો ઉતારતાં સમગ્ર ઘટના બહાર આવી હતી.

ગઢમાં 15 વર્ષ અગાઉ યુવકને ટ્રેકટર પાછળ બાંધી હત્યા કરાઈ હતી
પાલનપુરના ગઢ ગામે 15 વર્ષ અગાઉ પ્રેમપ્રકરણમાં એક યુવકને ટ્રેકટર પાછળ ઢસેડી હત્યા કરવામાં આવી હતી. ગાયને ઢસડવાની ઘટનાથી ગ્રામજનોને જૂની ઘટનાની યાદ આવી ગઇ હતી. જેમણે નરાધમોની ઝાટકણી કાઢી હતી.

ખેતરમાં ભેલાણ કરતાં રળાઉ ગાયને ટ્રેકટર સાથે બાંધી ઢસડવામાં આવી
ગઢ ગામે ખેતર ધરાવતા ખેડૂતના ખેતરમાં ગાયે ભેલાણ કરી નુકસાન કર્યું હતું, આથી આ રળાઉ ગાયને ટ્રેકટર પાછળ ઢસેડી દૂર મૂકી આવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો