તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:જિલ્લામાં કોરોનાના 212 કેસ સામે 259 દર્દી સાજા થયા, 2 જણનાં મોત

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલનપુરમાં 75,ડીસા 46, દાંતા 26, થરાદ 17, લાખણી 10, ભાભર 8, દાંતીવાડા 7, ધાનેરા 7, વડગામ 6, વાવ 4, કાંકરેજ 3, સુઈગામ 1

જિલ્લામાં મંગળવારે 212 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેની સામે જુદી જુદી હોસ્પિટલોમાં દાખલ 259 દર્દીઓ સાજા થતાં રજા આપવામાં આવી હતી. જ્યારે 2 દર્દીઓના મોત નિપજ્યાં હતા. તેમજ 4202 જણાંએ કોરોના વાઇરસ સામે રક્ષણ માટે રસી લીધી હતી.

બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણને ખાળવા માટે વધુમાં વધુ દર્દીઓને બહાર લાવવા આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટની સંખ્યા વધારવામાં આવી છે. પરિણામે પોઝિટિવ દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. જીલ્લા એપેડેમિક ઓફિસર ડો. એન. કે. ગર્ગએ જણાવ્યું કે, મંગળવારે 212 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જેમાં સૌથી વધુ પાલનપુરમાં 75,ડીસા 46, દાંતા 26, થરાદ 17, લાખણી 10, ભાભર 8, દાંતીવાડા 7, ધાનેરા 7, વડગામ 6, વાવ 4, કાંકરેજ 3,સુઈગામ 1 દર્દી પોઝિટિવ આવ્યા હતા. જ્યાં લાખણી તાલુકાના 5 વર્ષનું બાળક સંકમિત થઈ હતી.જેની સામે જુદી જુદી હોસ્પિટલોમાં દાખલ 259 દર્દીઓ સાજા થતાં રજા આપવામાં આવી હતી. જ્યારે 2 દર્દીઓના મોત નિપજ્યાં હતા. તેમજ 4202 જણાંએ કોરોના વાઇરસ સામે રક્ષણ માટે રસી લીધી હતી.

મહેસાણા જિલ્લામાં 399 નવા કેસ
ઉત્તર ગુજરાતમાં સતત બીજા દિવસે કેસ કરતાં ડિસ્ચાર્જની સંખ્યા વધુ રહી હતી. મંગળવારે વધુ 463 દર્દી સાજા થતાં જિલ્લામાં 64 અેક્ટિવ કેસ ઘટ્યા હતા. તેમ છતાં હજુ જિલ્લામાં 5290 અેક્ટિવ કેસ રહ્યા છે. બીજી બાજુ જિલ્લામાં નવા 399 કેસ નોંધાયા હતા. તેમજ જિલ્લામાં 1121 શંકાસ્પદ સેમ્પલ લેવાયા હતા. મહેસાણા શહેરના બે અંતિમ ધામમાં કુલ 17 અંતિમ સંસ્કાર કરાયા હતા. જે પૈકી વૈકુંઠ ધામના 10 પૈકી 7 મૃતદેહોને કોરોના ગાઇડલાઇન મુજબ અંતિમ વિધિ કરાઇ હતી.

પાટણ જિલ્લામાં 125 કેસ નોંધાયા
પાટણ જિલ્લામાં નવા કેસો સામે સ્વસ્થ થવાના દર્દીઓના આંક વધતા જિલ્લામાં ફરી ધીમે ધીમે એક્ટિવ કેસનો આંક ઘટી રહ્યો છે. છેલ્લા મે માસના 11 દિવસમાં જ એક્ટિવ કેસમાં 606 કેસનો ઘટાડો થતા હાલમાં એક્ટિવ કેસ 1787માંથી ઘટીને 1181 પર આવી ગયો છે. જિલ્લામાં વધુ નવા 125 કેસ નોંધાયા હતા. સામે 155 દર્દીઓ સ્વસ્થ થવા પામ્યા હતા.

સા.કાં.માં 102 કેસ નોંધાયા
સાબરકાંઠા જિલ્લામાં મંગળવારે વધુ 102 પોઝિટિવ કેસ નોંધાયા હતા સામે 101 દર્દીઓ કોરોના લક્ષણ બનતાં રજા અપાઇ હતી. જ્યારે 3 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા હતા. સાથે જિલ્લામાં 247 શહેરી 878 ગ્રામ્ય મળી કુલ 1125 એક્ટિવ થયા છે.જ્યારે અરવલ્લી જિલ્લામાં 40 કેસ નોંધાયા

થરા પોલીસે કોરોના દર્દીને બ્લડ ડોનેટ કર્યું
થરા પોલીસ મથકમાં ફરજ બજાવતા એક પોલીસ જવાને કોરોનના દર્દીને લોહીની જરૂરિયાત ઉભી થતા રાધનપુર જઈને લોહી ડોનેટ કરી ઉદાહરણીય કાર્ય કર્યું હતું.થરા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રસિકજી ઠાકોરને રાધનપુરની શ્રીજી હોસ્પિટલમાં દાખલ કોરોનાના દર્દીને A પોઝિટિવ બ્લડની જરૂર હોવાનું જાણ થતા થરાથી રાધનપુર પહોંચી બ્લડ ડોનેટ કરી પોલીસ સેવાની સાથે લોકસેવાની પણ ઉદાહરણીય સેવા પુરી પાડી હતી.

અન્ય સમાચારો પણ છે...