તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:જિલ્લામાં નવા 255 સંક્રમિત 221 સ્વસ્થ થયા, 3નાં મોત

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પાલનપુર 64,ડીસા 49,દાંતા 40,થરાદ 22, સુઈગામ 12,ભાભર 8,લાખણી 8,દિયોદર 7,દાંતીવાડા 6, વાવ 5, અમીરગઢ 4, કાંકરેજ 3, વડગામમાં 2 કેસ

જિલ્લામાં બુધવારે 255 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેની સામે જુદી જુદી હોસ્પિટલોમાં દાખલ 221 દર્દીઓ સાજા થતાં રજા આપવામાં આવી હતી. જ્યારે 3 દર્દીઓના મોત નિપજ્યાં હતા. તેમજ 5163 જણાંએ કોરોના રક્ષણ માટે રસી લીધી હતી.કોરોના સંક્રમણને ખાળવા માટે વધુમાં વધુ દર્દીઓને બહાર લાવવા આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટની સંખ્યા વધારવામાં આવી છે. પરિણામે પોઝિટિવ દર્દીઓની સંખ્યા બુધવારે વધુ જોવા મળી હતી. જીલ્લા આરોગ્ય વિભાગએ જણાવ્યું હતું કે, બુધવારે 255 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા.

જેમાં સૌથી વધુ પાલનપુર 64, ડીસા 49, આદિવાસી વિસ્તાર દાંતા 40, થરાદ 22, સુઈગામ 12, ભાભર 8, લાખણી 8, દિયોદર 7, દાંતીવાડા 6, વાવ 5, અમીરગઢ 4, કાંકરેજ 3, વડગામ માં 2 દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા. જેની સામે જુદી જુદી હોસ્પિટલોમાં દાખલ 221 દર્દીઓ સાજા થતાં રજા આપવામાં આવી હતી. જ્યારે 3 દર્દીઓના મોત નિપજ્યાં હતા. તેમજ 5163 જણાંએ કોરોના વાઇરસ સામે રક્ષણ માટે રસી લીધી હતી.

મહેસાણા જિલ્લામાં 280 કેસ નોંધાયા
મહેસાણા જિલ્લામાં 27 દિવસ બાદ કોરોનાના કેસ 300 નીચે આવ્યા છે. બુધવારે નવા 280 કેસ નોંધાયા હતા. મહેસાણા શહેરના બે અંતિમધામમાં 26 અંતિમ સંસ્કાર કરાયા હતા. જેમાં વૈકુંઠધામમાં 19 પૈકી 16 મૃતકોના તેમજ વિસનગરમાં 6 મૃતકોના કોરોના ગાઇડલાઇન મુજબ અંતિમ સંસ્કાર કરાયા હતા.

પાટણ જિલ્લામાં 109 કેસ નોંધાયા
પાટણ જિલ્લામાં બુધવારે 109 કેસ નોંધાતા કેસ આંક 9495 થયા હતા. બેનાં મોત નીપજ્યા હતા.

સાબરકાંઠા માં વધુ 103 કેસ નોંધાયા
સાબરકાંઠા જિલ્લામાં બુધવારે વધુ 103 કેસ નોંધાયા હતા.અરવલ્લી જિલ્લામાં 58 કેસ નોંધાયા હતા.

અન્ય સમાચારો પણ છે...