તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:જિલ્લામાં આ વર્ષે 1674, ગત વર્ષે 2237 બાળકોએ સરકારી શાળામાં પ્રવેશ લીધો

પાલનપુર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કોરોનાકાળમાં આર્થિક મુશ્કેલી વચ્ચે 2 વર્ષમાં 3911 બાળકોએ ખાનગી સ્કૂલમાંથી એલસી પાછું લીધું

કોરોનાની મહામારી અને આર્થિક મુશ્કેલી વચ્ચે 2 વર્ષમાં 3911 બાળકોએ ખાનગી સ્કૂલને રામ રામ કરી એલસી પાછા મેળવી લીધા છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે જણાવ્યું હતું કે "બનાસકાંઠામાં આ વર્ષે 1674 અને ગત વર્ષે 2237 બાળકોએ સરકારી શાળામાં પ્રવેશ લીધો હતો. તો બીજી તરફ સરકારી સ્કૂલમાં બાળકોને પ્રવેશ અપાવનાર વાલીએ જણાવ્યું હતું કે અહીં ફી નથી, હોમવર્કનું ભારણ નથી, સરળ ભાષામાં શિક્ષણ કાર્ય થાય છે." ગત વર્ષની સરખામણીએ આ વર્ષે સરકારી શાળામાં પ્રવેશનો આંકડો ઘટયો છે ગત વર્ષે જ્યાં 22 37 બાળકોએ ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં પ્રવેશ કર્યો હતો ત્યાં આ વર્ષે 16 74 બાળકોએ પ્રવેશ મેળવ્યો છે.

જાણકારોનું માનીએ તો કોરોના કાળની સ્થિતિ આ માટે જવાબદાર છે. અધૂરામાં પૂરું સ્કૂલમાં શિક્ષણ કાર્ય ન હોવા છતાં મોંઘીદાટ ફી સ્કૂલ સંચાલકો વસૂલ કરી રહ્યા છે જેને લઇ ગ્રામ્ય વિસ્તારના મધ્યમ વર્ગીય પરિવારો બાળકોને જે શાળાએ ભણવા મોકલતા હતા તેમણે ગામની જ શાળામાં બાળકોને મુકવા લાગ્યા છે.

સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ કરાવનાર કરસનભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે સરકારી પ્રાથમિક શાળામાં શેરી શિક્ષણ સારામાં સારો અભિગમ છે અહીં શિક્ષક શેરીમાં ભણવા આવે છે અને રમતા રમતા સરળ ભાષામાં શિક્ષણ કાર્ય કરાવે છે જેથી બાળકને યાદ પણ રહે છે અને તેનો ખાનગી શાળા જેટલું લેશનનું ભારણ રહેતું નથી.અધૂરામાં પૂરું ફી નથી ઉલટાનું ગણવેશ માટે શિષ્યવૃત્તિ અને ભોજન સહિતની સુવિધાઓ મળે છે."

કયા તાલુકામાં કેટલા બાળકોએ પ્રવેશ લીધો
અમીરગઢ 32 ભાભર 40 દાંતા 96 દાંતીવાડા 51 ડીસા 237 દિયોદર 87 ધાનેરા 189 કાંકરેજ 115 લાખણી 14 પાલનપુર 331 સુઈગામ 15 થરાદ 163 વડગામ 258 અને વાવ 26 કુલ 1674

કયા ધોરણમાં કેટલા બાળકો દાખલ થયા
ધો.- 2 ,137
ધો.- 3, 276
ધો.- 4,308
ધો.- 5, 255
ધો.- 6 , 278
ધો.- 7, 242
ધો.-8, 178

અન્ય સમાચારો પણ છે...