તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:જિલ્લામાં 15 સંક્રમિત,એક પણ મોત નહીં, 60 દર્દીઓ સાજા થયા

પાલનપુર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પાલનપુર 5,ધાનેરા 4,દાંતીવાડા 2, થરાદ 2,લાખણી1 અને દાંતામાં 1 કેસ નોંધાયો

બનાસકાંઠા જિલ્લામાં શનિવારે 15 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા,જેમાં સૌથી વધુ પાલનપુર 5 ,ધાનેરા 4, દાંતીવાડા 2, થરાદ 2, લાખણી 1, દાંતા 1 કેસ નોંધાયા હતા,જિલ્લા આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે,જુદી જુદી હોસ્પિટલોમાંથી 60 દર્દી સાજા થતા રજા અપાઈ હતી જ્યાં 5579 જણાએ કોરોના રક્ષણ સામે રસી લીધી હતી. કોરોનાના કેસો ઘટી રહ્યા છે.

પાલનપુરની મહિલાનું બ્લેક ફંગસથી થી મોત
મ્યુકર માઇકોસિસથી પાલનપુરની 55 વર્ષીય મહિલાનું મોત નિપજયું છે આ સાથેજ બનાસકાંઠા જિલ્લામાં મ્યુકર મહામારીના કુલ 68 દર્દીઓ નોંધાયા છે. જે પૈકી મૃત્યુઆંક 16 પર પહોંચ્યો છે. જેમાં અત્યાર સુધી મ્યુકરમાં સહુથી વધુ વડગામના 8 દર્દીઓ મોતને ભેટી ગયા છે.કોરોના પછી જિલ્લામાં ક્યુકર માઈકોસિસના કેસ વધી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...