તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂકાદો:પાલનપુરના પટોસણમાં મારામારીના કેસમાં 3 આરોપીને 3 વર્ષ, એકને 6 માસની સજા

પાલનપુરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બીજી એડિશનલ ચિફ જયુડીશિયલ કોર્ટનો ચૂકાદો

પાલનપુર તાલુકાના પટોસણ ગામે 3 વર્ષ અગાઉ હૂમલો કરનારા 3 આરોપીને 3 વર્ષ જ્યારે એકને છ માસની સજાનો પાલનપુરની બીજી એડિશનલ ચિફ જયુડીશિયલ કોર્ટે હુકમ કર્યો હતો.

પટોસણ ગામે વર્ષ 2018માં ગામના અનીલજી શિવાજી ઠાકોર, અંકિતજી જોરમલજી ઠાકોર, શિવાજી ચેનાજી ઠાકોર અને સુભાષજી શિવાજી ઠાકોરે ફોન કરવા બાબતનું મન દુ:ખ રાખી અશોકજી ઠાકોર, મનુજી ઠાકોર ઉપર ધારીયું, લાકડી, ધોકા વડે હૂમલો કરી ઇજાઓ પહોચાડી હતી. આ અંગેનો કેસ પાલનપુરની બીજી એડિશનલ ચિફ જયુડીશિયલ કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશ ગૌરવકુમાર સોમાભાઇ દરજીએ સરકારી વકીલ વી. આર. પટેલની દલીલો ગ્રાહ્ય રાખી અનીલજી શિવાજી ઠાકોર, શિવાજી ચેનાજી ઠાકોર, અને સુભાષજી શિવાજી ઠાકોરને ક્રિ. પ્રો. કોડની કલમ 248 (2), ઇપીકો ક. 323, 324, 326, 114ના ગૂનામાં 3 વર્ષની સાદી કેદ અને રૂ.5000નો દંડ તેમજ અંકિતજી જોરમલજી ઠાકોરને ક. 323, 114માં છ માસની સાદી કેદ અને રૂ.500નો દંડ જો દંડ ન ભરે તો વધુ 3 માસની કેદનો હૂકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો