ખેડૂતોને નુકસાન:બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં આજે ફરી બે અલગ અલગ જગ્યાએ કેનાલમાં ગાબડા પડયા

પાલનપુર12 દિવસ પહેલા
  • વાવના ચતરપુરા પાસે અને રાધાનેસડા પાસે કેનાલમાં ગાબડા પડ્યા
  • કેનાલનું પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળતાં ખેડૂતોને લાખોનું નુકશાન

બનાસકાંઠા જિલ્લામાં આજે ફરી એકવાર સરહદી વિસ્તારોમાં બે અલગ અલગ જગ્યાએ કેનાલમાં ગાબડા પડયા હોવાની ઘટના સામે આવી છે. વાવના ચતરપુરા પાસે અને રાધાનેસડા પાસે પણ ગાબડા પડતા પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળતાં ખેડૂતોને લાખો રૂપિયાનું નુકશાન થયું હતું.

બનાસકાંઠા જિલ્લામાં રવી સીઝનની શરૂઆત સાથે જ કેનાલમાં ગાબડું પડવાનો સિલસિલો શરૂ થઈ જાય છે. રવી સીઝનમાં ખેડૂતોને સિંચાઈ માટે કેનાલ મારફતે પાણી છોડતાં કેનાલોમાં વારંવાર ભંગાણ સર્જાઈ રહ્યા છે. આજે વહેલી સવારે વાવ ના ચતરપુરા માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું હતું. ત્યારબાદ રાધાનેસડા પાસે પણ ગાબડુ પડતા કેનાલનું પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યું હતું.

કેનાલ તૂટતા એરંડા રાયડો અને બાજરીનું વાવેતર કરેલા ખેતરોમાં પાણી ફરી વળતાં ખેડૂતોને મોટું નુકસાન થયું હતું. કેનાલના પાણીનો પ્રવાહ આજુબાજુ જમીનમાં ફરી વળ્યો હતો, વારંવાર કેનાલમાં ગાબડા પડતા અહીંના ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું જેવું સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...