તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
થરાદ પોલીસે લાયસન્સ વિના ફટાકડા વેચતા વેપારીઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી.જેને લઈ વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.પોલીસે થરાદની ફટાકડાની દુકાનોમાં તપાસ કરી લાયસન્સ વિના ફટાકડા વેચતા 6 વેપારીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે.વેપારીઓ પાસેથી ફટાકડા કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.થરાદ પોલીસે લાયસન્સ વિના ફટાકડા વેચણા વેપારીઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યાં શાકમાર્કેટ નજીક લારીમાં ફટાકડા વેચતા લાલાભાઇ ઉર્ફે સુલતાનભાઇ રહેમતભાઇ ઘાંચી પાસેથી રૂપિયા 2615, નરસીભાઇ જગતાભાઇ પારેગી પાસેથી રૂપિયા 488, હનુમાન ગોળાઇ પાસે રમેશભાઇ શંકરભાઇ રાજપૂત પાસેથી રૂપિયા 620, વિજયભાઇ ભાનુભાઇ આચાર્ય પાસેથી રૂપિયા 1575, મનજીભાઇ હેદુભાઇ વણકર પાસેથી રૂપિયા 807 અને મહેન્દ્રભાઇ અમુલખભાઇ મહેશ્વરી પાસેથી રૂપિયા 650ના ફટાકડા કબ્જે કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.