ભૂંડનો આતંક:પાલનપુર તાલુકાના સેમોદ્રા ગામે આજે વહેલી સવારે ભૂંડે ત્રણ લોકો પર હુમલો કરતાં સ્થાનિકોમાં ફફડાટ

પાલનપુર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગંભીર હાલતમાં ઈજાગ્રસ્તોને વડગામ સિવિલ ખાતે સારવાર માટે ખસેડાયા

બનાસકાંઠાના પાલનપુર તાલુકાના સેમોદ્રા ગામે ભૂંડનો આતંક જોવા મળ્યો છે. જેમાં આજે રવિવારે વહેલી સવારે ત્રણ લોકો પર ભૂંડે હુમલો કરતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને વડગામ સિવિલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. વારંવાર ભૂંડના હુમલાને લઇ સ્થાનિક લોકોમાં ભય પણ ફેલાયો હતો.

બનાસકાંઠા જિલ્લાના સેમોદ્રા ગામે આજે વહેલી સવારે ખેતરમાં કામ કરતા લોકો પર ભૂંડે હુમલો કરતા ત્રણ જેવા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી ભૂંડના વારંવાર હુમલાને લઈને લોકોમાં ભય ફેલાયો હતો. જો કે બીજી તરફ ભૂંડો ખેતરમાં પાકને પણ મોટાપાયે નુકસાન કરી રહ્યા છે. નોંધનીય છે કે ગંભીર ઇજાઓ પહોંચવાના કારણે ત્રણેય લોકોને વડગામ સિવિલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...