હાથાપાઈ:સામઢી રાણાજીવાસ ગામે શખ્સે મહિલા સરપંચના પતિને ફટકાર્યા

પાલનપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અમારા ઘર આગળ રોડ કેમ નથી બનાવતા તેમ કહી ધમકી આપી

પાલનપુરના સામઢી રાણાજીવાસ ખાતે પંચાયતમાં ગુરૂવારે ચાર શખ્સોએ આવીને કહેવા લાગ્યા કે અમારા ઘર આગળ રોડ કેમ નથી બનાવતાં તે વખતે સરપંચ પતિ તથા ડે.સરપંચે કહેલ કે હાલમાં ગ્રાન્ટ આવેલ નથી તેવું કહેતાં એક શખ્સએ ઉશ્કેરાઇ જઇ સરપંચ પતિને બે ત્રણ લાફા માર્યા હતા.

સામઢી રાણાજીવાસ ગ્રામ પંચાયતમાં ગુરૂવારે બપોરે સરપંચ જામાબેન, સરપંચ પતિ વેરશીભાઈ પ્રજાપતિ તથા ડે. સરપંચ ભૂપતજી બેઠા હતાં. દરમિયાન ગામના ચાર શખ્સો ગ્રામ પંચાયતમાં આવીને કહ્યું કે કેમ અમારા ઘર આગળ રોડ નથી બનાવતાં ત્યારે તેઓએ કહ્યું કે હાલમાં ગ્રાન્ટ નથી. ગ્રાન્ટ આવશે એટલે રોડ બનાવીશું તેમ કહેતા ઉશ્કેરાયેલા એક શખ્સે સરપંચ પતિને બે ત્રણ લાફા મારી દીધા અન્ય ત્રણ શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે સરપંચ પતિ વેરશીભાઈ હરિભાઈ સાગ્રોસણીયા (પ્રજાપતિ) એ ગુરૂવારે ચાર શખ્સો વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

કોની સામે ફરિયાદ નોંધાઈ
દશરથભાઈ વેરશીભાઈ ખટાણા, હિતેશભાઈ અમરતભાઈ ઘોઘોળ, લાખાભાઈ વેરશીભાઈ ઘોધોળ અને હિતેશભાઈ કમાભાઈ ઘોધોળ (તમામ રહે.સામઢી રાણાજીવાસ, તા.પાલનપુર)

અન્ય સમાચારો પણ છે...