તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:રાંટીલા ગામે પત્નીના ત્રાસથી કંટાળી પતિએ ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો

પાલનપુર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પત્ની પતિ ઉપર આડા સબંધોનો વ્હેમ રાખીને વારંવાર ઝઘડા કરી માનસિક ત્રાસ આપતી હતી

દિયોદર તાલુકાના રાંટીલા ગામે પત્નીએ આડા સબંધોનો વ્હેમ રાખી ઝઘડા કરી માનસિક ત્રાસ આપતાં તેના પતિઅે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ અંગે પત્ની સામે દુષ્પ્રેરણનો ગૂનો નોંધાતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દિયોદર તાલુકાના રાંટીલા ગામના પ્રવિણભાઇ હીરાભાઇ વણકર (ઉ.વ. 30) ના લગ્ન વર્ષાબેન સાથે થયા હતા. જોકે, તેમના પત્નીએ આડા સબંધોનો વ્હેમ રાખી પ્રવિણભાઇ સાથે અવાર નવાર ઝઘડા કરી માનસિક ત્રાસ આપતા હતા. આથી કંટાળીને પ્રવિણભાઇએ ગામની સીમમાં જઇ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ અંગે મૃતકના ભાઇ અમરાભાઇ હિરાભાઇ વણકરે દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વર્ષાબેન સામે દુષ્પ્રેરણનો ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો