તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખુલાસો:પાંથાવાડામાં ત્રણ શખ્સોએ દુષ્કર્મ ગુજારતાં યુવતીએ ફાંસો ખાઈ આપઘાત કર્યાનું ખૂલ્યું

પાંથાવાડા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવતીની અંતિમ ક્રિયા બાદ તેના મોબાઇલમાંથી રેકોર્ડિંગ મળ્યું, મરવા મજબૂર કર્યાનું જણાયું

પાંથાવાડામાં રહેતી એક યુવતીએ સપ્તાહ અગાઉ પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. પરિવારજનોએ તેના મૃતદેહને દફનાવી બેસણું પણ કરી દીધું હતુ. દરમિયાન આ યુવતીનો મોબાઇલ ફોન મળ્યો હતો. જેમાં રહેલા રેકોર્ડિંગમાં ત્રણ શખ્સોએ તેણીની ઉપર દુષ્કર્મ ગુજારી વારંવાર બ્લેકમેઇલ કરી મરવા માટે મજબુર કરી હોવાનું ખુલ્યું હતુ. આ અંગે પરિવારજનોએ પાંથાવાડાના બે અને ધનિયાવાડાના એક શખ્સ સામે પાંથાવાડા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં તપાસ હાથ ધરી છેે.

ગામમાં મજૂરી કરી ગુજરાન ચલાવતા પરિવારના સભ્યો તારીખ 25 ઓગષ્ટ 2021ના દિવસે મજુરી કામકાજ અર્થે બહાર હતા તે સમયે પરિવારની યુવતીએ સુતરની દોરી વડે ગળે ફોસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જોકે, તે વખતે પરિવારજનોએ કોઇ કાનુની કાર્યવાહી કે પીએમ કરાવ્યું ન કરાવી સામાજિક રીત- રિવાજ મુજબ દફનવિધિ કરી બેસણું પણ કરી દીધુ હતુ.જે બાદ પરિવાર જનોએ ધરમાં તપાસ હાથ ધરતા તારીખ 29/08/2021ના રોજ બંધ હાલતમાં મોબાઈલ મળી આવ્યો હતો.

જે ચાલુ કરી રેકોર્ડીંગ સાંભળતાં મૃતક યુવતીએ તેની બહેનપણી સાથે કરેલી વાતચિતથી જાણવા મળ્યું હતુ કે, પાંથાવાડાનો મહેન્દ્ર ઉર્ફે ભુરો ગોવિંદ પુરોહિત તેનો ભાઇ નટવર ઉર્ફે નમન ગોવિંદ પુરોહિત અને દાંતીવાડાના ધનિયાવાડાનો રતનસિંહ ધોખાજી રાઠોડ છેલ્લા 4 મહિનાથી કિશોરીને લલચાવી, ફોસલાવી, લાલચ આપી ગુદરી હાઈવે પર આવેલ દર્શન હોટલ નજીક લઈ જઈ તેણી પર બળજબરી પૂર્વક દુષ્કર્મ ગુજાર્યુ હતુ. તેમજ તેના અશ્લીલ ફોટા તેમજ વિડીયો વાયરલ કરી સમાજમાં બદનામ કરવાની બીક બતાવી શારીરિક માનસિક ત્રાસ આપી બ્લેક મેઇલ કરત હતા. આથી પરિવારજનોએ આ ત્રણેય શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.

મૃતદેહ બહાર કાઢી પીએમ કરાશે
પાંથાવાડા પોલીસ મથકના સૂત્રોએ જણાવ્યું કે, આ અંગેની તપાસ ડીવાયએસપીને સોંપવામાં આવી છે. જ્યાં શુક્રવારે યુવતીનો દફનાવેલો મૃતદેહ બહાર કાઢી પીએમ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...