તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નોટિસ:પાલનપુરના વાસણા(જ) ગામે દબાણ હટાવવા 55 લોકોને નોટિસ ફટકારી

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાત દિવસમાં પુરાવા રજૂ કરવા જણાવ્યું : તંત્ર

પાલનપુરના વાસણા ગામે સર્વે નં.29 અને 30 માં દબાણ હોવાથી ગામના એક અરજદારે અરજી કરી હતી. જેના અનુસંધાને તાલુકા પંચાયતની ટીમ બુધવારે વાસણા ગામે આવી દબાણ હટાવવા ગામના 55 રહીશોને નોટિસ પાઠવી હતી અને તમામ દબાણોના પુરાવાઓ સાત દિવસમાં રજૂ કરવા જાણ કરી હતી.

પાલનપુર તાલુકાના વાસણા (જ.) ગામે ચેલાભાઈ ખેમાભાઈ અને ગણેશભાઈ ખેમાભાઈ પરમારે ગામમાં સર્વે નંબર 29 અને 30 માં દબાણ હોવાથી લેખિત રજુઆત કરી હતી. જેની તપાસ બાદ તાલુકા પંચાયતે જિલ્લા પંચાયતમાં ફાઈલ મોકલી હતી. જ્યાં જિલ્લા વિકાસ અધિકારીએ તાલુકા વિકાસ અધિકારીને લેખિત જાણ કરી હતી.

ત્યારે બુધવારે તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી મહેન્દ્રસિંહ પરમાર, વાસણાના ત.ક.મંત્રી મહેન્દ્રભાઈ ચૌધરી, ટોકરીયા તલાટી સુધીર ચાવડા, સંજયભાઈ ચૌધરી, ભાગળના તલાટી કે.એમ.ગલસર અને ગામના સરપંચ પતિ ગુલાબસિંહની હાજરીમાં સર્વે નંબર 29 અને 30 નું દબાણ હટાવવા ગામના 55 રહીશોને નોટિસ પાઠવી હતી. જ્યાં તમામ રહીશોને સાત દિવસમાં તમામ પુરાવાઓ રજૂ કરવા જણાવ્યું હતું.

સર્વે સીટમાં દબાણ જાહેર ન થતા પ્રાથમિક નોટિસ અપાઈ
ગામના ચેલાભાઈ ખેમાભાઈ પરમારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને કલેકટરને લેખિત અરજી કરી હતી. જેના આધારે જિલ્લા વિકાસ અધિકારીએ તાલુકા વિકાસ અધિકારીને લેટર લખ્યો હતો. જે અનુસંધાને વાસણાના સર્વે નંબર 29 અને 30 ના 55 રહીશોને દબાણની પ્રાથમિક નોટિસો પાઠવી હતી. જ્યાં સાત દિવસમાં તમામ પુરાવાઓ રજૂ કરવા જાણ કરી છે. જેમની જોડે નહિ હોય એ તાલુકા કક્ષાએ દબાણ કાર્યક્રમ ગોઠવી કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...