તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:પાલનપુરના માલણ ગામમાં ભત્રીજાએ કાકાને ધારિયું માર્યું

પાલનપુર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

પાલનપુરના માલણ ગામમાં ભત્રીજાએ કાકાને ધારિયું મારતાં ફરિયાદ નોંધાઈ હતી.પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પાલનપુર તાલુકાના માલણ ગામના પ્રેમજીભાઇ ધુડાભાઇ ચૌધરી હાલ ઓખાપુરા ગામ નજીક આવેલ ખેતરમાં ઘરની ઓસરીમાં સુતા હતા. ત્યારે રવિવારે સવારે પ્રેમજીભાઇના મોટાભાઇ જીતાભાઇનો દીકરો મહેશ અપશબ્દો બોલતો-બોલતો આવ્યો હતો. જેથી પ્રેમજીભાઇએ અપશબ્દો કેમ બોલે છે તેમ કહેતાં મહેશએ કહ્યું કે તું ડાલામાં ગાય લઇ આવ્યો હતો અને ડાલું મારા ખેતરના શેઢે ઉભું રાખી ગાય કેમ ઉતારી તેમ કહી ઉશ્કેરાઇ જઇ ઘરના પતરા ઉપર પડેલ ધારીયું લઇ પ્રેમજીભાઇના માથાના ભાગે ઇજા પહોચાડી હતી. જેથી હોબાળો થતાં આજુબાજુથી લોકોએ દોડી આવી છોડાવ્યા હતા. તેમજ જતાં-જતાં મહેશએ પ્રેમજીભાઇને મારી નાખવાની ધમકી આપતો ગયો હતો. ઇજાગ્રસ્ત પ્રેમજીભાઇ રિક્ષામાં પાલનપુર સિવિલમાં સારવાર અર્થે આવ્યા હતા. પાલનપુર તાલુકા પોલીસ મથકે પ્રેમજીભાઇએ ભત્રીજા મહેશ િવરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો