તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણનો પ્રારંભ:પાલનપુરમાં યુવાઓએ વહેલી સવારથી રસીકરણ કેન્દ્રો પર લાઈનો લગાવી

પાલનપુર3 મહિનો પહેલા
  • 6000 ડોઝ ડેલીના 18થી 44 વર્ષના લોકોને આપવામાં આવશે: જીગ્નેશ હરયાણવી આરોગ્ય અધિકારી

કોરોના મહામારીની બીજી વેવે રાજ્યમાં હચમચાવી દીધા હતા અનેક લોકો મોતને ભેટ્યા ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોના બીજી વેવમાં હાહાકાર મચાવ્યો હતો. જોકે, રસીકરણ માટે જાગૃતિ આવી છે અને ખાસ કરીને યુવાનોમાં રસીકરણ જરુરી છે. સરકારે 18 વર્ષથી ઉપરના લોકોને રસીકરણની જાહેરાત કરી છે. જેને લઇ રજીસ્ટ્રેશન કરાવી અને યુવાનોમાં રસીકરણ માટે ઉત્સુક છે વહેલી સવારથી રસીકરણ કેન્દ્રો પર લાંબી કતારો લાગી છે અને રસી લેવા માટે યુવાનો ઇચ્છુક છે જોકે સાથે સાથે અપીલ પણ કરી રહ્યા છે તે દરેક યુવાક રસી લે અને સુરક્ષિત રહે.

બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય અધિકારી જીગ્નેશ હરયાણવી જણાવ્યા હતું કે, મુખ્યમંત્રી સાહેબની સૂચના મળી તે અનુસાર બનાસકાંઠા 30 સેન્ટર પર રસીકરણ થઇ રહ્યું છે. જેમાં એક સેન્ટર પર એક દિવસમાં 200 લોકોને વેક્સિન અપાશે. એમ 6000 ડોઝ ડેલી 18થી 44 વર્ષ સુધીના લોકોને આપવાનું છે. તેમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું છે. પાલનપુરમાં આઠ જગ્યાએ વેક્સિનેશન ચાલુ છે. જ્યારે ડીસામાં આઠ, થરાદમાં ત્રણ, ધાનેરામાં ત્રણ, થરામાં ત્રણ અને ભાભરમાં ત્રણ જગ્યાએ શરૂઆતના તબક્કે સાત દિવસ સુધી નગરપાલીકામાં વિક્સિનેશન કરવાના છીએ.

પાલનપુર બેચારપુરામાં રસી લેનાર તીર્થ પઢીયારે જણાવ્યું હતું કે, સરકારે 18થી 44 વયના લોકોમાટે રસીકરણ પક્રિયા શરૂ કરી છે. મેં પણ આજે ઓનલાઈન કરાવ્યું હતું અને મે પણ વેક્સિન આજે લીધી છે. દરેક વક્તિને અપીલ કરું છું કે વેક્સિન લે. હું પણ ઘણા સમયથી રાહ જોતો હતો આજે મને વેક્સિન મળી ખુબજ સારું લાગ્યું છે અને મને કોઈ તકલીફ પડી નથી.

રસી લેનાર નિરાલીબેને જણાવ્યું હતું કે, જે પ્રમાણે આપણી સરકારની રસીકરણની જે યોજના છે, તેમાં 18 વર્ષના ઉપરના લોકોનું રસીકરણ છે તેમનું રજિસ્ટ્રેશન કાલથી સારું થઈ ગયું છે. જે લોકોને ડર છે કે, રસી લેવાથી તાવ આવી જશે કે અશક્તિ થઇ જશે. તેવા લોકોને રસી લેવું ખુબજ જરૂરી છે. કોરોનાથી પ્રોટેક્શન મેળવવા માટે રસી એ સૌથી અગત્યની વસ્તુ છે મને ખુબજ ઉત્સાહ છે.

અન્ય સમાચારો પણ છે...