તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:પાલનપુરમાં રેમડેસિવિર ઇન્જેક્શન વેચવા આવેલા યુવક-યુવતી ઝડપાયા

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રૂપિયા 18,000માં ઇન્જેક્શન વેચવા આવ્યા હતા

પાલનપુર આબુ હાઇવે રોડ પાલનપુર શ્રી હરી કોવીડ હોસ્પિટલની નીચે રેમડેસિવિર ઇન્જેક્શનને રૂપિયા 18,000ના ઉંચા ભાવે વેચાણ કરવા આવેલા યુવક યુવતીને પોલીસે ઝડપી લીધા હતા.પાલનપુર શહેર પશ્વિમ પી આઈ એસ. એ. ડાભીએ સ્ટાફ સાથે બાતમી આધારે પાલનપુર આબુ હાઇવે રોડ પાલનપુર શ્રી હરી કોવીડ હોસ્પિટલની નીચે વોચ ગોઠવી હતી.

જ્યાં ડમી ગ્રાહકને મોકલી રેમડેસિવિર ઇન્જેકશનનુ ગેરકાયદેસર રીતે રૂપિયા 18,000ના ઉંચા ભાવે વેચાણ કરવા આવેલા હર્ષદભાઇ અર્જુનભાઇ પરમાર (રહે. ચાંગા તા.વડગામ) અને દિપિકાબેન મુળજીભાઇ ધરમાભાઇ ચૌહાણ (રહે. જગાણા પુલ પાસે તા.પાલનપુર)ને 5 રેમડેસિવિર ઇજેકશન સાથે ઝડપી લીધા હતા.

જેમની સામેપાલનપુર શહેર પશ્ચિમ પો.સ્ટે. ગૂનો નોંધી ઇ.પી.કો કલમ 408, 420, 120(બી) તથા આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ 7(1)(એ)(II)તથા ડીજાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ 53 તથા ઔષદ અને પ્રસાધનો સામગ્રી અધીનીયમ કલમ 27 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...