કાર્યવાહી:પાલનપુરમાં વેરો ન ભરતાં રામનિવાસના ચાર રહીશોના પાણીના કનેક્શન કાપ્યા

પાલનપુર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્થળ પરથી સાડા પાંચ લાખથી વધુનો વેરાની વસુલાત

પાલનપુર પાલિકાની ઘરવેરાની ટીમે શનિવારે કંથરીયા હનુમાન રામનિવાસ વિસ્તારમાં વેરો ન ભરનારના 4 બાકીદારોના નળ કનેક્શન કાપી દેવામાં આવ્યા હતા અને સ્થળ ઉપરથી સાડા પાંચ લાખથી વધુનો વેરો વસુલ્યો હતો.

પાલિકાની ઘરવેરાની ટીમે શહેરમાં વેરો ન ભરનાર સામે લાલ આંખ કરી છે જ્યાં બુધવારે વડલી વાળું પરું કંથેરીયા હનુમાન નજીક આવેલા રામનિવાસ વાસના રહેણાંક મકાનોના બાકી પેટે કુલ 4 મિલકતના પાણીના કનેક્શન કાપી દેવામાં આવ્યા હતા.

તેમજ સ્થળ પરથી સાડા પાંચ લાખથી વધારનો વેરો વસુલ કરાયો હતો.ટેકસ ઈન્સ્પેકટર મહેશભાઈ જોશી, સુપરવાઈઝર નરેશભાઈ જોશી,ગજેન્દ્રભાઈ ત્રિવેદી તેમજ સ્ટાફ સાથે રહીને સિલિંગની કામગીરી કરવામાં આવી હતી.જેને લઈ અન્ય બાકીદારોમાં ફફડાટ મચી ગયો હતી.અગાઉ ઓન કોઈનો વેરો બાકી હશે તો તેના પણ કનેક્શન અને તેમની મિલકતો સીલ કરાશે તેવું ટેક્સ ઈન્સ્પેકટરએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...