તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:પાલનપુર વોર્ડ 5માં ગંદકીનું સામ્રાજ્ય છતાં પાલિકા રજૂઆત સાંભળતી નથી

પાલનપુર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઢાળવાસના સ્થાનિકોએ જાતે જ ગટરની સાફ સફાઈ કરી

પાલનપુર પાલિકાના વોર્ડ 5 માં ઘણા સમયથી ગટરની આજુબાજુ કચરો ભરાઈ જવાથી ગટરનું પાણી બહાર આવી જતા સફાઈ ન થતા સ્થાનિકો રોષે ભરાયા હતા. સી.બી.ગાંધી નૂતન હાઈસ્કૂલ જોડે ગટરમાં કચરો ભરાઈ જવાથી આજુબાજુ ખુબ કચરો એકઠો થયો હતો.

જ્યાં ગટરનું દુષિત પાણી ગટરની અંદર ન જતા જાહેર માર્ગો પર ફરી વળ્યું હતું ,જ્યાં સ્થાનિકોએ આક્ષેપ કર્યા કે પાલિકાને કચરો સાફ કરવાની નવરાઇ નથી.બાજુમાં જ શાળા હોવાથી અભ્યાસ કરવા આવતા બાળકો બીમારીનો ભોગ બને તે પહેલા પાલિકા ત્યાં સાફ સફાઈ કરાવે તેવી માંગ છે,તો બીજી તરફ ઢાળવાસ નજીકના માર્ગ પર લોકો જાતેજ ગટરમાં ફસાયેલ કચરો સાફ કરવા મજબુર બન્યા છે.તો તાત્કાલિક આ કચરો સાફ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...