મામલો ગરમાયો:પાલનપુરમાં જુના ગંજ સામે કારની હવા કાઢવા મામલે બે યુવાનો બાખડી પડ્યા

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે મામલો થાળે પાડી બંન્ને યુવાનોને પોલીસ મથકે લઈ ગઈ

પાલનપુરના જુના ગંજ સામે સોમવારે કારની હવા કાઢવાના મામલે બે યુવાનો બાખડયા હતા જ્યાં પોલીસ આવી મામલે થાળે પાડી બંને યુવાનોને પોલીસ મથકે લઈ જવાયાં હતા.ગુરુનાનક ચોક પાસે આવેલ જુના ગંજ સામે સોમવારે પડેલી કારણે બીજી કારે પાછળ મુકતા એક યુવાને કારની હવા કાઢી નાખતા મામલો ગરમાયો હતો.

જેથી અન્ય યુવકે પોતાની કારમાંથી લોખંડની પાઇપ કાઢી હતી જોકે બન્ને વચ્ચે ઝપાઝપી તથા એક યુવકનું શર્ટ ફાટી ગયું હતું.મામલો વધુ ગરમાય તે પહેલાં પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી બન્ને યુવાનોને પોલીસ વાનમાં બેસાડી પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા.ત્યારબાદ ટોળું વિખેરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...