વાવાઝોડાનો કહેર:પાલનપુરમાં વાવાઝોડાથી વૃક્ષો ધરાશાયી,પાકનો સોંથ, ધાણધા,વાસણ,માણકા કુંપર,ભાટવડી સહિતના દસ કિલોમીટરના વિસ્તારમાં વરસાદ સાથે વાવાઝોડાનો કહેર

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પાલનપુર પંથકમાં મંગળવારે સાંજે વાવાઝોડાથી વૃક્ષો ધરાશાયી થયા હતા.ખેતરમાં ઉભેલો પાક પડી ગયો હતો. - Divya Bhaskar
પાલનપુર પંથકમાં મંગળવારે સાંજે વાવાઝોડાથી વૃક્ષો ધરાશાયી થયા હતા.ખેતરમાં ઉભેલો પાક પડી ગયો હતો.
  • ઉ.ગુ.માં બુધવારે હળવો વરસાદ,સુઇગામ સવા,થરાદ 1 ઇંચ વરસાદ,આજે 2.5 મીમીથી 2.50 ઇંચ સુધીના વરસાદની શક્યતા

પાલનપુર તાલુકાના ધાણધાર પંથકમાં મંગળવારે સાંજે વાવાઝોડા સાથે આવેલા વરસાદે ભારે નૂકશાન વેર્યુ હતુ. આ વિસ્તારમાં દસ કિલોમીટરના વિસ્તારમાં ખેતરમાં ઉભેલો પાક પડી ગયો હતો. અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. અચાનક આવેલા વાવાઝોડાથી ખેડૂતોમાં નાસભાગ સાથે ભયનો માહોલ પ્રસરી ગયો હતો. દરમિયાન બુધવારે બનાસકાંઠા જિલ્લામાં છુટાછવાયા વરસાદી ઝાપટાં પડ્યા હતા. છેલ્લા પંદર દિવસથી ભાદરવો વરસી રહ્યો છે. દિવસ દરમિયાન ભારે ઉકળાટ પછી સાંજના સુમારે ભારેથી હળવો વરસાદ પડી રહ્યો છે. જ્યાં મંગળવારે સાંજના સુમારે પાલનપુરના ધાણધારપંથકમાં મંગળવારે સાંજે વાવાઝોડા સાથે આવેલા વરસાદે ભારે નૂકશાન વેર્યુ હતુ.

આ વિસ્તારમાં દસ કિલોમીટરના વિસ્તારમાં ખેતરમાં ઉભેલો પાક પડી ગયો હતો. અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. અચાનક આવેલા વાવાઝોડાથી ખેડૂતોમાં નાસભાગ સાથે ભયનો માહોલ પ્રસરી ગયો હતો. દરમિયાન બુધવારે બનાસકાંઠા જિલ્લામાં છુટાછવાયા વરસાદી ઝાપટાં પડ્યા હતા. આ અંગે ધાણધાના ખેડૂત કેસરભાઇ કોરોટે જણાવ્યું હતુ કે, અમારા વિસ્તારમાં મંગળવારે સાંજે ચક્રવાત સાથે વરસાદ પડ્યો હતો. જેમાં મારા ખેતરમાં વાવેલા પપૈયાના 1500 છોડ પડી ગયા હતા.

વાસણના મહેશજી ઠાકોરે જણાવ્યું કે, આજુબાજુના 10 કિલોમીરટ વિસ્તારમાં વાવાઝોડાના કારણે ખેતરમાં ઉભેલો મકાઇ, ઘાસ સહિતનો પાક પડી ગયો હતો. અનેક વૃક્ષો ધરાશાયી થતાં ખેતરોમાં જતાં માર્ગો બંધ થઇ ગયા હતા. વીજપુરવઠો પણ ખોરવાઇ જતાં લોકો સમગ્ર રાત્રિ પરેશાન થયા હતા. અચાનક આવેલા વાવાઝોડા સાથેના વરસાદને પગલે ખેડૂતોમાં ભારે નાસભાગ સાથે ભયનો માહોલ પ્રસરી ગયો હતો. બુધવારે સાંજે દિયોદર પંથકમાં ઝાપટું પડ્યું હતુ. થરાદમાં પણ 8 મીમી વરસાદ નોંધાયો હતો.અન્યત્ર હળવા વરસાદી ઝાપટાં પડ્યા હતા.

34 તાલુકામાં નોંધણી લાયક વરસાદ
છેલ્લા 24 કલાકમાં 34 પૈકી 32 તાલુકામાં 1 મીમી થી માંડી અડધા ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. અા દરમિયાન ગરમી દોઢ ડિગ્રી સુધી ઘટતાં મુખ્ય 5 શહેરોનું તાપમાન 33.2 થી 33.8 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું. દિવસભર વરસાદી માહોલ અને ગરમીમાં ઘટાડો થવા છતાં અસહ્ય ઉકળાટનો કહેર અનુભવાયો હતો. બીજી બાજુ હવામાન વિભાગની અાગાહી મુજબ, ગુરૂવાર સવારે 8.30 થી શુક્રવાર સવારે 8.30 વાગ્યા સુધીના 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. અેટલે કે, 24 કલાક દરમિયાન 2.5 મીમી થી માંડી 2.50 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે.

34 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ
મહેસાણા : મહેસાણામાં 6 મીમી, વિજાપુરમાં 5 મીમી, વિસનગરમાં 3 મીમી, જોટાણા-ખેરાલુમાં 2-2 મીમી, વડનગરમાં 1 મીમી
પાટણ : સાંતલપુરમાં 17 મીમી, રાધનપુર-હારીજમાં 7-7 મીમી, શંખેશ્વર-સિધ્ધપુરમાં 4-4 મીમી, પાટણમાં 3 મીમી, સમીમાં 2 મીમી
બનાસકાંઠા : સુઇગામમાં 30 મીમી, થરાદમાં 23 મીમી, ધાનેરા-લાખણીમાં 12-12 મીમી, વાવમાં 9 મીમી, ભાભરમાં 8 મીમી, ડીસામાં 7 મીમી, પાલનપુરમાં 5 મીમી, દાંતીવાડામાં 4 મીમી, દિયોદરમાં 2 મીમી, કાંકરેજમાં 1 મીમી
સાબરકાંઠા : હિંમતનગર, ઇડર અને વિજયનગરમાં 4-4 મીમી, વડાલીમાં 2 મીમી
અરવલ્લી : મેઘરજમાં 8 મીમી, બાયડ-ધનસુરામાં 5-5 મીમી, માલપુર-મોડાસામાં 2-2 મીમી, ભિલોડામાં 1 મીમી

ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી
બનાસકાંઠા ડિઝાસ્ટર વિભાગના અધિકારી સંજય ચૌહાણે જણાવ્યું હતુ કે, બનાસકાંઠામાં તારીખ 16 થી 18 સપ્ટેમ્બર 2021 દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે જિલ્લાના અધિકારીઓને હેડ કવાર્ટસ ન છોડવા અને જો કોઇ દુર્ધટના બને તો ડિઝાસ્ટર વિભાગના ફોન નં. 02742 250627 ઉપર ત્વરિત જાણ કરવા સૂચના આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...