હુમલો:પાલનપુરમાં હપ્તા ન ભરતાં ટુવ્હિલર સીઝ કરતાં ત્રણ શખ્સે બેંક આગળ વાહનની તોડફોડ કરી

પાલનપુર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બાઈક સીઝ કરી બેંકમાં લાવ્યું તો ત્રણ શખ્સો તલવાર, ધોકા, પાઇપ લઇ હુમલો કર્યો

ચિત્રાસણી ગામના અનીશભાઇ અહેમદભાઇ મીરે પાલનપુર આઇ ડીએફસી. બેંકમાંથી લોન લઇ ટુ-વ્હીલર જીજે. 08. સીડી. 0777 ખરીદ્યું હતુ. જોકે, લોનના દસ હપ્તા ન ભરતાં બેંક દ્વારા વાહન સીઝ કરી હતી. જેમાં કર્મચારી દાંતીવાડા વડાવાસના વનરાજસિંહ દલપતસિંહ વાઘેલા,મહેસાણાની એજન્સીના પી. આર. ચૌધરી, કાણોદરના આરીફઅલી મહેમદભાઇ સેલીયા જમજમ સોસાયટીમાં જઇ ટુ-વ્હિલર સીઝ કરી બેંકમાં લઇ આવ્યા હતા.

જેની અદાવત રાખી સાંગ્રાના લતીફભાઇ યાસીનભાઇ ઘાસુરા,પાલનપુરનો સમીરભાઇ સિંધી અને અન્ય બે અજાણ્યા શખ્સોએ તલવાર વડે હુમલો કરી ફરહાનખાનનું એકટિવા નં. જીજે.08. સીએ.4369ની તોડફોડ કરી ધમકી આપતાં વનરાજસિંહ વાઘેલાએ ફરિયાદ નોંધાવી હતી.