આપઘાત:પાલનપુરમાં અદાવત રાખી હુમલો કરતાં મહિલાએ ફિનાઇલ પી લીધુ

પાલનપુર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે અમારૂ શુ કરી લીધુ તેમ કહીને ધમકી આપી હતી
  • મહિલાને સારવાર અર્થે ખસેડાઇ, ત્રણ શખ્સો સામે ફરિયાદ

પાલનપુર શહેરના જનતાનગર વિસ્તારમાં અગાઉ થયેલા ઝઘડામાં ત્રણ શખ્સોએ મહિલા ઉપર હુમલો કરતાં તેણીએ ફિનાઇલ પી લીધુ હતુ. જેને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ અંગે ફરિયાદ નોંધાવતાં પોલીસે ત્રણેય સામે ગૂનો નોંધી તપાસ હાથ ધરી હતી.

શહેરના જનતાનગર વિસ્તારમાં રહેતા ફરજાનાબેન આશીફભાઇ પઠાણ તારીખ 17/11/2021ના દિવસે તેમની ભાણી શાયરાબેન સલીમખાન પઠાણ સાથે હનુમાનશેરી વિસ્તારમાં પારૂબેન જૈનના ઘરે ગયા હતા. તે વખતે જનતાનગરમાં રહેતો અકીલ ઉર્ફે હાફિઝ, છોટુભાઇ ગન્નાવાળાએ ત્યાં આવી માથાકુટ કરી હતી. જેમની વિરૂધ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેની અદાવત રાખી તારીખ 21 નવેમ્બરે અકીલ, છોટુભાઇ અને ઝુબેર બટકા ફરજાનાબેનના ઘરે જઇ અમારા વિરૂધ્ધ ફરિયાદ આપી તો પોલીસે અમારૂ શુ કરી લીધુ તેમ કહી ઝઘડો કરી ધમકી આપતાં ફરજાનાબેને ફિનાઇલ પી લીધુ હતુ. આ અંગે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...