તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુશ્કેલી:પાલનપુરમાં રેલવે પ્લેટફોર્મ પરની સીડી પર પતરા મૂકી રસ્તો બંધ કરાતાં હાલાકી

પાલનપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
10 માસથી બંધ રસ્તો ખોલવા માંગ ઉઠી છે. - Divya Bhaskar
10 માસથી બંધ રસ્તો ખોલવા માંગ ઉઠી છે.
 • લોકડાઉન સમયથી બંધ કરાયેલો રસ્તો ન ખોલતાં મુસાફરો પરેશાન

પાલનપુર ઢુંઢીયાવાડી વિસ્તારથી રેલવે પ્લેટફોર્મ પર જવા-આવવા માટે રેલવેની સીડીઓ બનાવવામાં આવી છે. પરંતુ લોકડાઉન સમયે લોકોની અવર-જવર હોવાથી સીડી ઉપર પતરા નાખી રસ્તો બંધ કરાયો હતો જે હજુ સુધી ખોલવામાં ન આવતાં મુસાફરો પરેશાન થઈ ગયા છે.

પાલનપુર રેલવેમાં મુસાફરી કરવા માટે મુસાફરો આવતા હોય છે. પરંતુ કોરોનામાં લોકોની અવર-જવર રહેતી હોવાથી છેલ્લા 10 મહિનાથી રેલ્વે પ્લેટફોર્મ પર જવા માટે સીડીઓ પર લોખંડના પતરા મૂકી રસ્તો બંધ કરાયો છે. પરંતુ હજુ સુધી આ સસ્તો ખોલવામાં ન આવતા અહીંથી પ્લેટફોર્મ પર જતાં મુસાફરોને ફરીને જવું પડે છે. આ અંગે અમિત ગુપ્તાએ જણાવ્યું હતું કે ‘16 માર્ચના રોજ આ સીડી પર લોખંડના પતરા મુકવામાં આવ્યા હતા. પરંતુ લોકડાઉન ખુલ્યું પણ આ સીડીના પતરા ન હટ્યા માટે રેલવે અધિકારીઓને રજુઆત છે કે જલ્દીમાં જલ્દી આ રસ્તો ખોલવામાં આવે.રેલવે પીઆઈ નીતિન ગુજ્જર જણાવ્યું હતું કે ‘કોરોના સમયમાં લોકો ત્યાંથી પસાર થતા હતા માટે રસ્તો બંધ કરાયો હતો. ઓર્ડર મળશે એટલે રસ્તો ખુલ્લો મુકીશું.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો