ભાસ્કર વિશેષ:પાલનપુરમાં દોરી પતંગમાં 25 ટકા ભાવ વધતાં સ્ટોલ ઘટી 180 થયા,ગત વર્ષે 220 લાગ્યા હતા

પાલનપુર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રામપુરીચીલ, ખંભાતી અડદિયા ખંભાતી પ્રિન્ટની બોલબાલા

ગત વર્ષે પાલનપુર શહેરમાં ઉત્તરાયણ પર્વની ઉજવણીના ભાગરૂપે પતંગ વેચવા 200 જેટલા સ્ટોલ લાગ્યા હતા જ્યારે આ વર્ષે 180 સ્ટોલ લાગ્યા છે. પતંગ અને દોરી ના ભાવો માં 25 ટકા વધારો થયો હોવાથી ગયા વર્ષે જેઓ નવા નવા પતંગ વેચાણના વ્યવસાયમાં આવ્યા હતા તેમણે આ વર્ષે સ્ટોલ લગાવ્યો નથી. વેપારીઓનું માનીએતો આ વર્ષે એક રીલ દોરીના ભાવ 150થી લઇ 6 રીલની એક હજાર સુધી માર્કેટમાં ભાવ બોલાઇ રહ્યા છે.

જે ગત વર્ષે 130 થી 1,000 સુધીના હતા. કોટન સહિત અન્ય ચીજવસ્તુઓના ભાવોમાં ઉછાળો આવતાં ભાવો વઘ્યા હોવાનું વેપારીઓ મળી રહ્યા છે એકંદરે દોરી પતંગમાં 25 ટકા ભાવો વધ્યા છે તેમ છતાં તેની કોઇ જ અસર ઘરાકી પર પડે તેવું વેપારીઓ માનતા નથી જગદીશભાઈ મહેશ્વરીએ જણાવ્યું હતું કે " ગત વર્ષે મોટાભાગના હોલસેલ વેપારી પાસેથી માલ ખતમ થઈ ગયો હતો.

આ વર્ષે સવાયા ભાવ સાથે નવો માલ આવ્યો છે. હાલ માર્કેટમાં એક રીલના 150 2 રીલના 300 3 રિલના 400થી 550, 5 રીલના 750 જ્યારે 6 રીલના 900થી 1100સુધીના ભાવ છે. 20 પતંગની કોડીના ગત વર્ષે 60 હતા વધીને 80 થયા છે. પાલનપુરની પતંગ બજારમાં રામપુરીચીલ, ખંભાતી અડદિયા પ્રિન્ટની બોલબાલા છે. જોકે કેટલીક પ્રિન્ટની કોડી 150 થી 200 સુધી પણ વેચાય છે." તો બીજી તરફ સરકારની નવી ગાઇડ લાઇનને લઈ યુવાનો માં કેટલેક અંશે નારાજગી છે.

કોલેજ કમ્પાઉન્ડ વિસ્તારમાં રહેતા પ્રવિણ મોદીએ જણાવ્યું હતું કે ઉતરાયણ એ પરિવાર સાથે મનાવવાનો તહેવાર છે દાન અને પુણ્યનો તહેવાર છે તેવામાં ઉત્સાહપૂર્વક તહેવાર મનાવવામાં અડચણો ઊભી થાય તે યોગ્ય નથી મને એ નથી સમજાતું કે સાઉન્ડથી કોરોના કેવી રીતે ફેલાય.

અન્ય સમાચારો પણ છે...