દબાણ હટાવાયા:પાલનપુરમાં સિમલા ગેટ નજીકના દબાણ હટાવાયા, ડુંગળી-ટેટીના કટ્ટા ઉઠાવી ગયા

પાલનપુર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાની ટીમ ગયા પછી પાછા દબાણ યથાવત

પાલનપુર પાલિકા દ્વારા બુધવારે સિમલાગેટથી રેલવે સ્ટેશનના માર્ગનું દબાણ હટાવાયું હતું.જ્યાં માત્ર આવેલ અધિકારીઓએ ફોર્મલિટી કરી બે ડુંગળી અને એક ટેટીના કટ્ટા ઉઠાવી ગયા હતા.ત્યારબાદ ફરીથી માર્ગ પર દબાણ યથાવત જોવા મળ્યું હતું.

પાલિકાએ શહેરના મુખ્ય માર્ગ પર દબાણ કરતા દબાણકર્તાઓ સામે લાલઆંખ કરી હતી. પાલનપુર નગરપાલિકા દ્વારા બુધવારે સિમલાગેટથી રેલવે સ્ટેશનના માર્ગનું દબાણ હટાવવામાં આવ્યું હતું.પરંતુ બુધવારે સાંજે તે માર્ગનું દબાણ યથવાથ જોવા મળ્યું હતું.આ બાબતે નાના વેપારીઓએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, કોરાના બાદ હવે પગભર થયા છીએ જ્યાં પાલિકા દ્વારા નાના વેપારીઓના દબાણ હટાવવામાં આવે છે. જ્યારે શહેરમાં મોટા દબાણકરો યથાવથ રહે છે જે યોગ્ય નથી તમામ સામે એક જેવો નિર્ણય હોવો જોઈએ.આ બાબતે પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસથી દબાણ ઝુંબેશ ચાલુ છે તેમજ કાર્યવાહી ચાલુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...