પાલનપુરમાં સલાટવાસના ઝઘડામાં વચ્ચે પડેલ યુવાનનો કાન કાપી નાખ્યો હતો.આથી ફરિયાદ નોંધાઈ હતી.પાલનપુર સલાટ વાસમાં રહેતા જુબેરભાઈ સલાટ સોમવારે રાત્રિના સમયે નમાજ પઢીને બહાર આવ્યા હતા.દરમિયાન મસ્જિદથી થોડે દુર કેટલાક લોકો ઝઘડો કરતા હતા
જેથી તેઓ છોડાવવા વચ્ચે પડેલ દરમિયાન મહોલ્લામાં રહેતા રમજાનભાઈ સલાટને ધક્કો વાગતાં તેઓ અપશબ્દો બોલવા લાગેલ જેથી અપશબ્દો બોલવાની ના કહેતાં તેઓ ઘરે ગયેલ ત્યારબાદ તેના બંને ભાઈઓને લઈને ત્યાં આગળ આવેલ શખ્સોએ જુબેરભાઈ સલાટને પેટ પર લાત મારવા લાગેલ જેથી જુબેરભાઈ ભાગવાનો પ્રયાસ કરતાં બન્નેને પકડી રાખી લોખંડની છરી વડે જુબેરભાઈનો કાન કાપી નાખેલ જેથી બૂમાબૂમ થતાં
અન્ય શખ્સો આવી જતાં જુબેરભાઈને વધુ મારમાંથી છોડાવ્યો હતો તેમજ જતા તે લોકો કહેવા લાગ્યા કે આજે તો તું બચી ગયો છે પરંતુ હવે હાથમાં આવ્યો તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ અંગે જુબેરભાઈ સલાટએ પાલનપુર પૂર્વ પોલીસ મથકે રમજાનભાઈ રહીમભાઈ સલાટ, રજાકભાઈ રહીમભાઈ સલાટ અને ગુલમહમદ રહીમભાઈ સલાટ સામે ગુનો નોંધાવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.