લોકોમાં આક્રોશ:પાલનપુરમાં હોસ્પિટલમાં સફાઈ વેરો 200 થી વધારી 3000 કરાયો

પાલનપુર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • રેસિડેન્ટમાં રૂ.160 અને કોમર્શિયલમાં રૂ.400નો વધારો કરતાં લોકોમાં આક્રોશ
  • કોરોનાના સંક્રમણને કારણે અગાઉ ભાવવધારો અમલી બનાવાયો ન હતો

પાલનપુર નગરપાલિકા દ્વારા સફાઇ વેરામાં વધારો કરતાં પ્રજાજનો અને વેપારીઓ રોષે ભરાયા છે.બીજી બાજુ હોસ્પિટલમાં સફાઈ વેરો 200 થી વધારી 3000 કરાયો છે.હોટેલ, મેડિકલ, પાર્ટીપ્લોટ, કોમ્યુનિટી હોલ, થિયેટર, લેબ, શાકભાજી-ફ્રૂટની દુકાનોનો 200 રૂપિયા સફાઈવેરો વધારી દેવાયો હતો. નગરપાલિકા દ્વારા રેસિડેન્ટમાં રૂ.160, કોમર્શિયલમાં રૂ.400 તેમજ ઔદ્યોગિક એકમોના સફાઈ વેરામાં 1050નો વધારો કરાતા પ્રજાજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો.

પાલનપુર નગરપાલિકા દ્વારા 200 રૂપિયા સફાઇ વેરા લેવાતો હતો તેમાં ખૂબ જ વધારો કરતા વેપારીઓ નારાજ થયાં હતા. જેમાં પાલિકા દ્વારા મિલકતવેરો, શિક્ષણ, ઉપકરણ અને જાહેર દીવાબત્તી જેવા વેરામાં કોઇ વેરો વધારવામાં આવ્યો નથી.જયારે રેસિડેન્ટમાં રૂ.160નો વધારો કરતાં 360 રૂપિયા, કોમર્શિયલમાં રૂ.400નો વધારો કરતાં 600 તેમજ હોટેલ, મેડિકલ, પાર્ટીપ્લોટ, કોમ્યુનિટી હોલ, થિયેટર, લેબ, શાકભાજી ફ્રૂટની દુકાનો પણ વધારો કરાયો છે. ઔદ્યોગિક એકમોના સફાઈ વેરામાં રૂ. 1050નો વધારો કરતાં રૂપિયા 1250 કરાયો છે.

આ અંગે વેપારીઓએ પાલિકાને રજુઆત કરી હતી કે સફાઈના વેરામાં ઘટાડો કરવામાં આવે અને કોરોના વાયરસના કપરા સમયમાં પાલનપુર નગરપાલિકા વેપારીઓના પડખે ખડેપગે રહે અને વેરામાં કરેલો વધારો પાછો ખેંચે એવી માંગ કરાઇ હતી. આ બાબતે પાલિકાના એસ.ઓ. સંજય વ્યાસે જણાવ્યું હતું કે ‘સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે માટે તમામ પ્રકારના સફાઈમાં વધારો કરવામાં આવ્યો છે.’

ચર્ચા કર્યા પછી નિર્ણય લેવાશે
પાલનપુર નગરપાલિકા દ્વારા મોટી હોસ્પિટલોનો સફાઈ વેરો વાર્ષિક 200 રૂપિયા નક્કી કરાયો હતો. જે વધારીને 3000 રૂપિયા કરી દેવાયો છે. આ અંગે ઈન્ડીયન મેડીકલ એસોસિએશનના તમામ તબીબો સાથે બેઠક કરી ચર્ચા કરીશું. જે પછી આ ભાવ વધારા અંગે શું કરવું તેનો નિર્ણય લઇશું. ડો. રિઝવાન લોઢીયા( આઈએમએ, પાલનપુર)

સરકારના વર્ષ 2016ના પરિપત્રનો અમલ કરાયો: પાલિકા પ્રમુખ
સરકાર દ્વારા વર્ષ 2016 પરિપત્ર કરી સફાઈ વેરામાં વધારો કરવાનો આદેશ કરાયો હતો. જેને પાલનપુર નગરપાલિકા ની ગત ટર્મની બોડી દ્વારા સામાન્ય સભામાં મંજૂર મંજૂર કરવામાં આવ્યો હતો. જોકે, એક વરસથી કોરોનાના સંક્રમણને કારણે પાલનપુર શહેરમાં આ ભાવ વધારો અમલી બનાવાયો ન હતો. જેને હવે અમલી બનાવ્યો છે.હેતલબેન રાવલ ( પ્રમુખ,પાલિકા, પાલનપુર)​​​​​​​

સફાઇ વેરામાં કરાયેલો ભાવવધારો
મિલ્કત: કેટલોહતો કેટલોવધ્યો
રહેણાંક 200 360
કોમર્શિયલ 200 600
સિંગલઓપીડી 200 1200
હોસ્પિટલ
મોટીહોસ્પિટલ 200 3000
/હોટલ

અન્ય સમાચારો પણ છે...