તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:મોંઘવારી નિયંત્રણ લાવવા પાલનપુરમાં આમ આદમી પાર્ટીએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

પાલનપુર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ સરકારના વિરોધમાં નારા લગાવ્યા
  • સરકાર મોંઘવારી નિયંત્રણ માં નહિ લાવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન ની ચીમકી

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર કલેક્ટર કચેરીએ આમ આદમી પાર્ટી દ્વારા વધતી મોંઘવારીને લઈ આવેદનપત્ર આપ્યું છે. જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ સરકાર વિરોધના નારા લગાવ્યા હતા અને જો સરકાર મોંઘવારી નિયંત્રણ માં નહીં લાવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી હતી.

દેશ ભરમાં વધતી મોંઘવારીને લઈ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે જેમાં આજે બનાસકાંઠા જિલ્લાના આમ આદમી પાર્ટીના કાર્યકરોએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી વધતી મોંઘવારી નિયંત્રણ લાવવા રજુઆત કરી હતી વર્તનમાન સમયમાં ડીઝલ,પેટ્રોલ તેમજ રાંધણ ગેશમાં ખુબજ ભાવ વધારો થયેલો છે જેના કારણે માધ્યમ તેમજ ગરીબ વર્ગની હાલત કફોડી થઈ છે તેના કારણે અન્ય જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. વધુમાં છેલ્લા બે વર્ષથી કોવિડના કારણે લોકો ખુવાર થઈ ચૂક્યા છે.

આ બાબતને આમ આદમી પાર્ટીએ ગંભીર નોંધ લઈ આવેદનપત્ર આપી વર્તમાન સરકારે સત્વરે ડીઝલ,પેટ્રોલ અને રાંધણ ગેસનો ભાવ વધારો પાછો ખેંચી અને મોંઘવારી પર કાબુ મેળવવા આવે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર ને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી. જો સરકાર દ્વારા મોંઘવારી નિયંત્રણ માં નહિ લાવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...