આંદોલન:પાલનપુરમાં એસ.ટી કર્મચારીઓએ પડતર માંગોને લઈ વિરોધ પ્રદર્શન કર્યુ, એસ.ટી વર્કશોપથી બસ સ્ટેન્ડ સુધી રેલી યોજી

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માંગ નહીં સ્વીકારાય તો મધ્યરાત્રિથી બસના પૈડાં થભાવી દેવાની ચીમકી ઉચ્ચારી
  • એસ.ટી વિભાગના કર્મચારીઓ વિવિધ પડતર પ્રશ્નોને લઈને છેલ્લા એક મહિનાથી લડત આપી રહ્યા છે

પાલનપુર ખાતે એસ.ટી વિભાગના કર્મચારીઓ વિવિધ પડતર પ્રશ્નોને લઈને છેલ્લા એક મહિનાથી લડત આપી રહ્યા છે.

જોકે, તેમ છતાં સરકાર ઝૂકી નથી. જેથી પાલનપુર એસ.ટી.વિભાગના કામદારોએ મધ્યરાત્રીથી એસ.ટી.ના પૈડાં થભાવી દેવાની ચીમકી આપી છે. તેમજ એસ.ટીના કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કરી એસ.ટી વર્કશોપથી બસ સ્ટેન્ડ સુધી રેલી યોજી નારેબાજી કરી હતી.

એસ.ટી.કર્મચારીઓના પડતર પ્રશ્નો જેવા કે, કંડક્ટરોનો ગ્રેડ પે, મોંઘવારી, સેટલમેન્ટ એરિયર્સ, રજાઓનો પગાર, નિવૃત્ત કર્મચારીનો પગાર, વારસદારોનું પેકેજ સહિતના કેટલાક મોટા મુદ્દાઓને લઇને છેલ્લા એક માસથી એસટી વિભાગના કર્મચારીઓ આંદોલન ચલાવી રહ્યા છે.

ત્યારે આજે છેલ્લો દિવસ હોવાથી પાલનપુર એસ.ટી.કામદારોએ રેલી યોજી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યો હતા. તેઓએ પોતાની માગણી નહી સંતોષાય તો મધ્યરાત્રીથી હડતાળ પર ઉતરી જવાની ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...