તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:પાલનપુરમાં સુપર સ્પ્રેડરને વેક્સિનમાં અગ્રતા આપવા વિશેષ છૂટછાટ અપાશે

પાલનપુર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નક્કી કરેલી જગ્યાએ ડોક્યુમેન્ટ લઇને ત્યાંજ વેક્સિન આપવા વિચારણા

પાલનપુરમાં સુપર સ્પ્રેડરને વેકસીનમાં અગ્રતા આપવા વિશેષ છૂટછાટ અપાશે જેને લઈ પાલનપુરના દરેક એસો. ના વેપારીઓને 1-2 દિવસમાં નામ ઉંમર અને મોબાઈલ નંબર સહિતની વિગતો આપ્યા બાદ ઉપરાંત નક્કી કરેલી જગ્યાએ ડોક્યુમેન્ટ લઇને ત્યાંજ વેક્સિન પણ આપવાનુ આયોજન હાથ ધર્યું છે.

બનાસકાંઠા જિલ્લાના આરોગ્ય વિભાગની સાથે-સાથે નગર પાલિકાનું તંત્ર પણ થર્ડવેવનું પ્લાનિંગ કરી રહ્યું છે. સંક્રમણ રોકવા 18થી 44 વર્ષના સુપર સ્પ્રેડરને વેક્સિનમાં અગ્રતા આપવા શનિવારે બપોરે નગરપાલિકાના હોલમાં પ્રાંત અધિકારી એસડી ગિલવા અને ચીફ ઓફિસર સતીશ પટેલની આગેવાનીમાં શહેરના વેપારીઓ આગેવાનો અને સુપર સ્પ્રેડરમાં આવતા લોકો સાથે બેઠક યોજી હતી.

અને બને એટલી ઝડપી વિગતો આપવા ઉપસ્થિત સૌને જણાવાયું હતું. પ્રાંત અધિકારી એસડી ગિલવાએ વેકસીન સંદર્ભે પડતી મુશ્કેલીઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે "હાલમાં માત્ર ઓનલાઈન બુકીંગ કરાવીને જ વેક્સિનેશન આપી શકાશે અને નક્કી કરેલી જગ્યાએ ડોક્યુમેન્ટ લઇને જાઓ અને ત્યાંજ વેક્સિન આપી શકાય એ માટે એસો. પ્રમાણે લીસ્ટ આપવા સૂચના આપી હતી. ઉપરાંત દરેક એસો આમાં જોડાય. નામ ઉંમર મોબાઈલ નં. સાથેની વિગતો મળી જાય તે બાબત પર ભાર મુકાયો હતો."

અન્ય સમાચારો પણ છે...